CM કેજરીવાલે કર્યું એલાન- ડિસેમ્બર સુધી 150 પોલી ક્લિનિક શરૂ કરવામાં આવશે

નવી દિલ્હી: અરવિંદ કેજરીવાલે એક વર્ષ પહેલાં આજના દિવસે પ્રચંડ બહુમત સાથે દિલ્હીના મુખ્યમંત્રી તરીક શપથ લીધી હતી. પોતાની સરકારને એક વર્ષ પુરૂ થતાં આજે કેજરીવાલે જાહેરાત કરી હતી કે હું ઇ,એફ,જી અને એચ કેટેગરીની કોલોનીઓમાં 30 નવેમ્બર 2015 સુધી પાણીનું બાકી બીલ માફ કરવામાં આવશે.

કેજરીવાલે બીજી કઇ-કઇ જાહેરાત કરી
– એ અને બી કેટેગરીની કોલોનીઓમાં બિલ પર 25 ટકાની છૂટ સી કેટેગરીની કોલોનીઓમાં બિલ પર 50 ટકાની છૂટ
– ડી કેટેગરીની કોલોનીઓમાં બિલ પર 75 ટકાની છૂટ આનો ફાયદો તેને મળશે જેના ત્યાં ચાલુ મીટર લાગેલું હોય.
– 31 માર્ચ 2016 સુધી 268 કોલોનીઓમાં પાણી પહોંચાડવામાં આવશે 2017 સુધી દરેક ઘરમાં પાણી પહોંચાડવામાં આવશે.
– ફક્ત તે ગેરકાનૂની કોલોનીઓને તેનો ફાયદો મળશે નહી. જ્યાં કોઇ કાયદાકીય અડચણ હોય.
– 31 મે સુધી રાશનની બધી દુકાનોમાં બાયોમેટ્રીક સિસ્ટમ લાગૂ થઇ જશે. સરકારી સ્કુલોની હાલત સુધારવામાં આવશે.
– ઘણી નવી સ્કૂલો બનાવવામાં આવશે. હાઉસ ટેક્સ પર લેટ પેમેન્ટ અને સરચાર્જ માફ થશે.
– સરકારી હોસ્પિટલોમાં સારી સુવિધા આપીશું.
– વિજળી જતાં એક કલાક લાઇટ ન આવતાં વિજ કંપનીઓને દંડ ચૂકવવો પડશે.
– એક વર્ષમાં બધા મોહલ્લામાં ક્લિનિક અને પોલી ક્લિનિક બની જશે.

જનતા સાથે સીધી વાત કરશે મુખ્યમંત્રી અને મંત્રીઓ
કેજરીવાલ અને તેમના મંત્રી રવિવારે જનતા સાથે ફોન પર વાત પણ કરશે. કેજરીવાલે તેની જાણકારી ટ્વિટ કરી છે અને જનતાને માટે ફોન નંબર પણ જાહેર કર્યો. કેજરીવાલ અને તેમના મંત્રી 011-41501367, 41501383, 23346658 પર વાત કરશે.

You might also like