‘આપ’ની કૂણી લાગણી ફરી જોવા મળી, દર વર્ષે ૭૭,૦૦૦ વૃદ્ધોને મફતમાં જ જાત્રા કરાવશે

0 3

નવી દિલ્હી, શનિવાર
દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે હવે દર વર્ષે ૬૦ વર્ષથી વધુ વયના ૭૭ હજાર નાગરિકોને વિનામૂલ્યે તીર્થયાત્રા કરવાની સુવિધા આપવા નિર્ણય કર્યો છે તેમ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસો‌િદયાએ જણાવ્યું હતું. આ અંગે માહિતી આપતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ નવી સ્કીમ હેઠળ જે લોકોની આવક ત્રણ લાખથી ઓછી હોય અને તેઓ સરકારી અથવા અર્ધસરકારી કર્મચારી ન હોય તેવા અને ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકોને જ આ સુવિધાનો લાભ મળી રહેશે.

તેમણે જણાવ્યું કે મુખ્યપ્રધાન તીર્થયાત્રા યોજના હેઠળ આ યાત્રા કરાવવામાં આવશે. આ અંગે દિલ્હી રાજ્ય કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામા આવી છે, તેમાં તીર્થયાત્રિકો પાંચ રૂટમાંથી કોઈ એક રૂટ પસંદ કરી શકશે. આ યાત્રા માર્ગમાં મથુરા-વૃંદાવન-આગ્રા-ફતેપુર સીકરી, હ‌િરદ્વાર-ઋષીકેશ-નીલકંઠ, પુષ્કર- અજમેર, અમૃતસર-આનંદપુરસા‌િહબ અને જમ્મુ-વૈષ્ણોદેવી મંદિરનો સમાવેશ થાય છે.

આ યાત્રા દરમિયાન યાત્રિકોને રહેવા અને જમવાની રાજ્ય સરકાર તરફથી વ્યવસ્થા કરવામાં આવશે. આ યાત્રામાં દરેક યાત્રિકદીઠ સાત હજારનો ખર્ચ આવે તેવી સંભાવના છે. આ યાત્રા દરમિયાન વરિષ્ઠ નાગરિક તેમની સાથે ૧૮ વર્ષથી વધુ વયના યુવાનને રાખી શકશે. આ માટેનો ખર્ચ પણ સરકાર ભોગવશે. આ યાત્રાની મુદત ત્રણ દિવસ અને બે રાત રહેશે અને દર વર્ષે યાત્રા માટે જે તે મતવિસ્તારમાંથી ૧૧૦૦ બુઝુર્ગની પસંદગી કરવામાં આવશે.

આ માટે જે તે નાગરિક ઓનલાઈન અરજી કરી શકે છે. આ માટે મળેલી અરજીના આધારે ડ્રો કરવામાં આવશે અને તેમાં પસંદ થયેલા લોકોને આ મફત તીર્થયાત્રાનો લાભ મળી શકશે, જોકે આ યાત્રાની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી પણ આ યોજના ટૂંક સમયમાં જ અમલી બની જશે તેમ સિસો‌િદયાએ ટટવધુમાં જણાવ્યું હતું.

loading...

Leave A Reply

Your email address will not be published.