કેજરીવાલે મોદી સરકારની ટીકા કરવામાં 70 લાખ ખર્ચ્યા: CAG રિપોર્ટ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની છાપ હંમેશા નરેન્દ્ર મોદીના વિરુદ્ધ નેતા તરીકે રહી છે. આ જ કરાણ છે કે ગત વર્ષે દિલ્હીની સત્તા પર આવેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટીક કરવાનો એક મોકો છોડતાં નથી. હવે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકેએ ખુલાસો કર્યો છે કે કેજરીવાલ સરકારે પીએમ નરેન્દ્ર મોદી પર ટીકા કરવા માટે આશરે 70 લાખનો ખર્ચ કર્યો છે.

CAGના રિપોર્ટમાં કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીએ માત્ર એક જાહેરાત અભિયાન પર રૂપિયા 33.44 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જેમાંથી 85 ટકા ખર્ચ દિલ્લી બહાર કરવામાં આવ્યો છે.

કેગના આ રિપોર્ટમાં આમ આદમી પાર્ટીની સરકાર સત્તામાં આવ્યા બાદ પ્રથમ વર્ષમાં જાહેરાતો પર કરવામાં આવેલા બેફામ ખર્ચ પર પણ સવાલો ઉભા કરવામાં આવ્યા છે. દિલ્લી સરકાર પર ટીવીની જાહેરાતો પર જનતાના પૈસાનું બેફામ ઉપયોગ કરવાના આક્ષેપો કર્યા છે. રિપોર્ટમાં દિલ્લી સરકાર દ્વારા ટીવી પર એક વ્યક્તિને સાવરણી સાથે બતાવવામાં આવ્યું છે, જે આપનું ચૂંટણી પ્રતિક છે અને જાહેરાતમાં ‘આપની સરકાર’નું સંદર્ભ આપવામાં આવ્યું છે જે પાર્ટીનું પ્રચાર છે સરકારનું નથી.

વિરોધી પક્ષો પણ અરવિંદ કેજરીવાલ પર જાહેરાતોને લઇને કેટલાક આક્ષેપ કર્યા હતા. સીએજીની રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આપ સરકારે જાહેરાતો ઉપર 526 કરોડ રૂપિયાના જે ખર્ચા કર્યા છે, તેમાંથી 100 કરોડથી વધારેનું હિસાબ આપવામાં આમ આદમી પાર્ટી નિષ્ફળ રહી છે.

You might also like