NRCમાં નામ ન હોવાંનો મતલબ મતદાર યાદીમાંથી બાકાત નહીં: ચૂંટણી પંચ

NRC યાદીને લઈને દેશભરમાં રાજકારણ ગરમાયું છે. 40 લાખ લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. તેવામાં NRC મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશન ઓ.પી. રાવતે મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે, NRCમાંથી નામ દૂર થવા પર પરેશાન થવાની કંઇ જ જરૂર નથી. NRCમાંથી નામ દૂર થવાનો મતલબ એવો નથી કે, મતદાન યાદીમાંથી પણ તમારૂ નામ દૂર થઈ ગયું.

જે પણ લોકોનું નામ મતદાર યાદીમાં છે તે આગામી ચૂંટણીમાં પણ મતદાન કરી શકશે. અંતિમ યાદીની રાહમાં આસામની ચૂંટણીને રોકી શકાય નહીં. જો કે જે પણ લોકોનું NRCમાંથી નામ હટ્યું છે તે તમામ ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે.

રાવતે એવું પણ સ્પષ્ટ કર્યું છે કે, જનપ્રતિનિધિત્વ કાયદો 1950 હેઠળ મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે ત્રણ વસ્તુની જરૂર હોય છે. વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. તેની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને તે સંબંધિત વિધાનસભા ક્ષેત્રમાં રહેતો હોવો જોઈએ. આ તમામ વાત અસમમાં રહેતાં 40 લાખ લોકોએ સાબિત કરવાની રહેશે.

હકીકતમાં NRCમાં જેઓનાં નામ નહીં હોય તેઓને અવૈધ નાગરિક માનવામાં આવશે. તેમાં તે ભારતીય નાગરિકોનાં નામો પણ શામેલ કરવામાં આવી રહેલ છે કે જેઓ 25 માર્ચ 1971 પહેલાં અસમમાં નિવાસ કરી રહ્યાં છે. ત્યાર બાદ રાજ્યમાં પહોંચવાવાળાઓને બાંગ્લાદેશ પરત મોકલી દેવાશે.

You might also like