કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીએ તો સક્સેસઃ દીપિકા

0 43

બોલિવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પદુકોણે હોલિવૂડમાં કામ કર્યું ત્યાર બાદ તેની કરિયર એક અલગ લેવલ પર ચાલી ગઇ છે. તે કહે છે કે પર્સનલ લેવલ પર કહું તો હોલિવૂડમાં કામ કરવાનું મને ખૂબ જ સારુ લાગ્યું, પરંતુ હું એક કલાકારની નજરથી જોઉંં તો હોલિવૂડ હોય કે બોલિવૂડ બધું એક જેવું જ છે.

મેં હોલિવૂડમાં કામ કર્યું, કેમ કે બોલિવૂડમાં મારા માટે જે કમ્ફર્ટ ઝોન બની ચૂક્યો હતો તેમાંથી મારે બહાર નીકળવું હતું. મારી કરિયરની સાથે રિસ્ક લઇને મેં ‘ટ્રિપલ એક્સ’ ફિલ્મ સાઇન કરી. હું માનું છું કે કરિયરમાં જ્યાં સુધી તમે રિસ્ક નહીં લો ત્યાં સુધી તમે વધુ મહેનત કરવા પર મજબૂર નહીં થાવ. આ રિસ્ક તમને બહેતર અને બહેતર બનવા માટે પ્રેરણા આપે છે.

‘પિકુ’ ફિલ્મ બાદ દીપિકા ફરી એક વાર ઇરફાન ખાન સાથે કામ કરી રહી છે. તે કહે છે કે મારી અને ઇરફાનની જોડી ફરી એક વાર સિલ્વર સ્ક્રીન પર લોકોને જોવા મળશે. વિશાલ ભારદ્વાજના બેનર હેઠળ બની રહેલી અમારી આ ફિલ્મનું નિર્દેશન હની ત્રેહાન કરશે. આ એક ‌િપરિયડ ડ્રામા ફિલ્મ હશે, જે મુંબઇના એક માફિયા પર આધારિત છે.

આજે દીપિકા સફળતાના શિખરે બિરાજમાન છે. તે કહે છે કે સફળતા મહેનત અને સમર્પણથી મળે છે. મેં પરિવારથી દૂર રહીને સફળતા માટે સૌથી મોટો ત્યાગ આપ્યો છે. લોકોને માત્ર ગ્લેમર અને સફળતા દેખાય છે. હું માનું છું કે સફળતા બહારથી ખૂબ ગ્લેમરસ દેખાય છે, જેના પોતાના ફાયદા છે, પરંતુ તેની સાથે તમારે વધુ સમર્પિત અને મહેનતું બનવું પડે છે. •

loading...

Leave A Reply

Your email address will not be published.