OMG! આ ફિલ્મ માટે દીપિકાને મળી રહ્યા છે આટલા કરોડ

બોલીવુડમાં હંમેશા આ વાતને લઇને વિવાદ રહ્યો છે કે હીરો અને હીરોઇનોને સરખી ફી મળતી નથી. હીરોઇન મોટા રોલ કરે કે નાના પણ એની ફી હીરો કરતાં ઓછી જ હોય છે. પરંતુ હવે જો સમાચાર મળ્યા છે એ આ વિવાદને થોડો શાંત કરી દેશે.

મળતી માહિતી અનુસાર દીપિકા પાદુકોણને આવનારી ફિલ્મ ‘પદ્માવતી’ માટે ફિલ્મના લીડ અભિનેતા એટલે કે રણવીર સિંહ અને શાહિદ કપૂર કરતાં વધારે ફી મળી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દીપિકાને આ ફિલ્મ માટે 13 કરોડ મળી રહ્યા છે, જ્યારે રણવીર અને શાહિદને 10 10 કરોડ.

કારણ કે આ ફિલ્મ પદ્માવતી એટલે કે દીપિકાની આજુબાજુ જ ફરે છે એટલા માટે એની ફી રણવીર અને શાહિદ થી વધારે પણ હોય એ સ્વાભાવિક છે. પરંતુ સામાન્ય રીતે હીરોઇનોને હીરો કરતાં વધારે ફી મળતી નથી. એવામાં આ સમાચાર ખૂબ જ ખુશ કરવા વાળા છે.

જણાવી દઇએ કે પદ્માવતીમાં દીપિકા, રણવીર અને શાહિદની ફી ને લઇને ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી અને બધા જાણવા માટે ઉત્સુક હતા કે સૌથી વધારે કોને ફી મળશે. પરંતુ સંજય લીલા ભણસાલીએ શરૂઆતમાં જ ક્લીયર કરી દીઘું હતું કે આ ફિલ્મ દીપિકા પર જ કેન્દ્રીત હોવાને લીધે એટલા માટે એને વધારે ફી મળશે.

પદ્માવતી પહેલી એવી ફિલ્મ બની જશે જેમાં હીરોઇનને હીરો કરતાં વધારે ફી મળશે. હવે જોવાનું એ છે કે દીપિકાને મળી રહેલી ફી પર શાહિદ અને રણવીરની શું હાલત થશે. નોંધનીય છે કે પદ્માવતી આ વર્ષે નવેમ્બરમાં રિલીઝ થનાર છે.

http://sambhaavnews.com/

You might also like