પાટણના રશુલપુરા ગામની સીમામાંથી મળ્યા માનવ કંકાલ, પ્રેમીપંખીડા હોવાની શક્યતા

પાટણના રશુલપુરા ગામની સીમામાંથી માનવ કંકાલ મળી આવતા ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરાયેલી તપાસમાં યુવાન અને યુવતીનો કંકાલ મળી આવ્યો છે. પોલીસે આ મામલે આગળ તપાસ શરૂ કરી છે.

પોલીસ દ્વારા કરાયેલી પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું છે કે, આ કંકાલ નજીકના વાઘેલ ગામ પાસેના હોય તેવું જાણવા મળી રહ્યું છે. ત્યાર બાદ પોલીસ દ્વારા તેમના પરિવારજનોને બોલાવીને તેમની ઓળખ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ ગામમાંથી 1 મહિના પહેલા પ્રેમી યુગલ ઘરેથી ભાગી ગયું હતું. આ પ્રેમી પંખીડાઓની પરિવારજનોએ ખૂબ શોધખોળ કરવા છતાં પણ તેઓ મળ્યા ન હતા.

હવે એકાએક તેમની ડેડબોડી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. યુવક અને યુવતી ગુમ થવાની પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી ન હતી. જો કે હવે આ રીતે કંકાલ મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રેમી પંખીડાઓએ આત્મહત્યા કરી છે કે કોઈએ તેમની હત્યા કરી છે, તે દિશામાં પોલીસ કાર્યવાહી કરી રહી છે.

You might also like