જંગલમાંથી બે માનવ કંકાલ મળી આવતાં ભારે ચકચાર

અમદાવાદ, શનિવાર
હારીજ નજીક રસુલપુરા (ગાલા)ના જંગલમાંથી બે માનવકંકાલ મળી આવતા આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. હારીજના રસુલપુરા પાસેના ગાલા નજીક જંગલમાં બાવળની ઝાડીમાં બે હાડપિંજર લોકોની નજરે ચડતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલીક પહોંચી જઇ સઘન તપાસ શરૂ કરી હતી.

આ બંને મૃતદેહોને જંગલી જનાવરોએ ફાડી ખાધા હતા. આ મૃતદેહો એક યુવાન અને એક યુવતીના હોવાનું પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે આ અંગે ગુુનો દાખલ સઘન તપાસ શરૂ કરી છે.

You might also like