Categories: India

વડાપ્રધાનની સુરક્ષા કરનાર ડીસીપીની જ કાર ચોરાઇ ગઇ

નવી દિલ્હી : વડાપ્રધાનની સુરક્ષામાં ફરજંદ ડીસીપીની લાલ રંગની ઇનોવા કાર ચોરી થવાનો કિસ્સો સામે આવ્યો છે. આઇબીની માહિતી બાદ જે પ્રકારે દિલ્હીમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું, તેમ છતા પણ કાર ચોરી થવાની ઘટનાને ખુબ જ ગંભીરતા પુર્વક લેવાઇ રહી છે. પોલીસે કેસ દાખલ કરીને તપાસ ચાલુ કરી છે. જો કે વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી જેની છે તે જ ડીસીપીની કાર ચોરી થઇ ગઇ તે એક ગંભીર ઘટનાં છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ડીસીપી પોતાનાં પરિવાર સાથે દ્વારકા સેક્ટર -8માં રહે છે. ગુરૂવારે બપોરે એક વાગ્યે લગભગ જ્યારે તે ઘરેથી નિકળ્યા હતા તે સમયે તેમની ગાડી ઘરે જ હતી. તેઓ સરકારી ગાડીમાં બેસીને જ ફરજપર જવા માટે રવાના થઇ ગયા હતા.બપોરે 3 વાગ્યાની આસપાસ તે ઘરે પરત આવ્યા તો તેમની ઇનોવા કાર ચોરી થઇ ચુકી હતી. આ તેમની પોતાની અંગત કાર હતી. હાલ આ અંગે તપાસ ચાલી રહી છે.

ડીસીપી દ્વારા આ અંગે તુરંત જ લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ડીસીપી લેવલનાં અધિકારીની ગાડી ચોરી થવાની સૂચના મળતાની સાથે જ પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. થોડા જ સમયમાં દિલ્હી પોલીસનાં કેટલાય સીનિયર અધિકારી તેમનાં ઘરે પહોંચ્યા હતા. દ્વારકામાં સાઉથ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરીને ગાડીની શોધખોળ ચાલુ કરી છે. પોલીસે ચોરી કરાયેલી કારનો નંબર પણ ફ્લેશ કરી દીધો હતો જેનાંથી કાર ચોરનાર વ્યક્તિને પકડી શકાય.

Navin Sharma

Recent Posts

આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર

વાત ભલે શહેરમાં તેમના લંચની હોય કે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની. આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય ખૂલીને વાત કરતા નથી.…

5 hours ago

નવા બાપુનગરમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ…

5 hours ago

ધો.12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 21મીથી લેટ ફી ભરવી પડશે

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે હાલ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલી રહી…

5 hours ago

સાબરમતીના કિનારે બુદ્ધની 80 ફૂટની પ્રતિમાનું નિર્માણ કરશે

ગાંધીનગર:  દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની…

5 hours ago

ગાંધીનગર જતાં હવે હેલ્મેટ પહેરજો આજથી ઈ-મેમો આપવાનું શરૂ

અમદાવાદ: અમદાવાદથી ગાંધીનગર જતા હજારો નાગરિકોએ હવે આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. ગાંધીનગરની હદમાં પ્રવેશતાં જ વાહનચાલક સીસીટીવી…

5 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના લાભાર્થીના ઘૂંટણ- થાપાના રિપ્લેશમેન્ટની સહાયમાં ઘટાડો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો, કોર્પોરેટરો અને તેમના આશ્રિતોની સારવાર દરમ્યાન અપાતી ઘૂંટણ અને થાપાની ઇમ્પ્લાન્ટ…

5 hours ago