વડોદરાઃ ફાફાડા-જલેબી વેચનાર દુકાનો પર આરોગ્ય વિભાગનાં દરોડાં

વડોદરાઃ શહેરમાં તહેવારને પગલે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યાં છે. આરોગ્ય વિભાગે ફાફડા, જલેબીની દુકાનો પર ચેકિંગ હાથ ધર્યું છે. શહેરનાં હરિનગર વિસ્તારમાં દુકાનોમાં દરોડા પાડ્યાં છે. મહત્વનું છે કે દશેરાનો તહેવાર આવતો હોવાંથી આરોગ્ય વિભાગે દરોડા પાડ્યાં અને ફાફડા-જલેબી બનાવતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે મહત્વનું છે કે આરોગ્ય વિભાગે દુકાનોમાં દરોડા પાડતા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે નવરાત્રી અને દશેરાનાં તહેવારોને પગલે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે આ અગાઉ પણ શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં દરોડા પાડીને ચેકીંગ હાથ ધર્યું હતું. આરોગ્ય વિભાગની વિવિધ પાંચ ટીમોએ શહેરનાં ગોત્રી, આજવા રોડ, અલ્કાપુરી, સયાજીગંજ, જીઆઈડીસી વિસ્તારમાં આવેલી મીઠાઈ અને ફરસાણની દુકાનો તેમજ ફેકટરીઓમાં દરોડા પાડ્યાં હતાં.

મહત્વની બાબત છે કે સામાન્યપણે તહેવારોમાં વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચે લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરતાં હોય છે. ત્યારે વડોદરામાં આરોગ્ય વિભાગે શહેરની જાણીતી મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં દરોડા પાડીને મીઠાઈ, ફરસાણનાં નમૂના લીધાં હતાં.

લોકોને અખાદ્ય મીઠાઈ ન પધરાવી દેવામાં આવે તે માટે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. ત્યારે જરૂરી છે કે વેપારીઓમાં પણ એક પ્રકારનો ફફડાટનો માહોલ ફેલાઇ ગયો છે. ત્યારે આજે ફરી વાર શહેરમાં દશેરાને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગે ફાફડા, જલેબીની દુકાનો પર ચેકિંગ હાથ ધર્યું છે.

You might also like