VIDEO: NASAએ સૂર્ય સુધી પહોંચનાર ઐતિહાસિક મશીનનું કર્યું લોન્ચિંગ

નાસાએ આજે સૂર્યને સ્પર્શ કરી શકે તેવું એક ઐતિહાસિક મિશન લોન્ચિંગ કર્યું છે. તમને જણાવી દઇએ કે લોન્ચિંગ પહેલા શનિવારનાં રોજ થવાનું હતું. પરંતુ બાદમાં યાનનું લોન્ચિંગ પ્રક્ષેપણથી ઠીક પહેલા હીલિયમ એલાર્મ વાગવાને કારણ ટાળી દેવામાં આવ્યું હતું. આ યાનને ડેલ્ટા-4 રોકેટનાં કેપ કૈનવરલ સ્ટેશનેથી મોકલવામાં આવેલ છે.

તમને જણાવી દઇએ કે 85 દિવસ બાદ 5 નવેમ્બરનાં રોજ આ સૂર્યની કક્ષામાં પહોંચશે. આ યાન આગામી 7 વર્ષ સુધી સૂર્યનાં કોરોનાનાં 24 ચક્કર લગાવશે. આ યાનનું નામ અમેરિકી વૈજ્ઞાનિક યૂજીન પાર્કરનાં નામ પર રાખવામાં આવેલ છે.

તેઓએ 1958માં પ્રથમ વાર એવું અનુમાન લગાવ્યું હતું કે સૌર હવાઓ હોય છે. જ્યારે આ ધારાઓ તેજીથી નીકળે છે તો ધરતી પર ઉપગ્રહ લિંક પ્રભાવિત હોય છે. આ રહસ્યથી પરદો ઉઠાવવા માટે મિશનને અંતરિક્ષમાં મોકલવામાં આવશે.

પાર્કર યાન 1400 ડિગ્રી તાપમાન સહેવામાં પણ સક્ષમ છે. આ 7,24,000 કિ.મી પ્રતિ કલાકની ઝડપથી ચક્કર લગાવશે. આ અત્યાર સુધી સૌથી તેજ ઝડપ નોંધાશે. આ યાનની લંબાઇ 9 ફૂટ અને 10 ઇંચ છે. આ 612 કિલો સુધીનું વજન ઉઠાવી શકે છે. આને બનાવવામાં 10 હજાર કરોડ રૂપિયા લાગ્યાં છે.

પૃથ્વીથી સૂર્યનું અંતર 1496 કરોડ કિ.મી છે. આ યાન સૂર્યની સપાટીથી 64 લાખ કિ.મીનાં અંતરથી ગુજરશે. આ સૂર્ય અને બુધની વચ્ચેનો 10મો ભાગ છે. આ એવું શોધી કાઢશે કે સૂર્યની સપાટીથી કોરોના વધુ ગરમ કેમ છે.

You might also like