BSNLની અફલાતૂન ઑફર, મળશે માત્ર 1 રૂ.માં અનલિમિટેડ ઈન્ટરનેટ,Jioની છુટ્ટી

જિયોના માર્કેટમાં આવ્યા પછી ગ્રાહકોને રોજેરોજ 1GB ડેટા વાપરવાની આદત પડી ગઈ છે. જિયોની અનેક ઑફરો બાદ હવે વોડાફોન, એરટેલ અને અન્ય કંપનીઓ પણ ધમાકેદાર ઑફર આપી રહ્યા છે, જેના કારણે જિયોને ટક્કર મળી રહી છે.

જો કે હવે જિયોનું માર્કેટ પણ સાઈડમાં ધકેલાઈ જાય તેવી ઑફર BSNL આપી રહ્યું છે. BSNL તરફથી ભારત સિવાયના ઘણા દેશોમાં ઓછામાં ઓછા પેક દ્વારા ઈન્ટરનેટની સુવિધા આપવાની તૈયારી કરી દેવામાં આવી છે.

BSNL એ કેનેડાની એક કંપની સાથે કરાર કર્યો છે, જેના પગલે હવે ભારતીયોને માત્ર 1 રૂપિયામાં જ અનલિમિટેડ નેટ વાપરવા મળશે. આ મહિનાના ત્રીજા વીકથી જ કંપની આ ઑફર માર્કેટમાં લૉન્ચ કરશે. કેનેડાની ડેટાવિંડ કંપની સાથે બીએસએનએલ દ્વારા કરાર કરવામાં આવ્યો છે, જેના કારણે માત્ર 1 જ રૂપિયામાં હવે અનલિમિટેડ ઈન્ટરનેટ વાપરી શકાશે.

જો કે ઑફર પ્રમાણે રોજનો 1 રૂપિયો એટલે કે મહિનાના 30 રૂપિયામાં તમને અનલિમિટેડ નેટ મળશે. કંપનીની આ ઑફરથી બધી કંપનીઓ હચમચી જશે અને ભારતીય માર્કેટમાં ઈન્ટરનેટ ઑફર વધુ સસ્તી થઈ જશે.

જો કે BSNL અને ડાટાવિન્ડ કંપની એક એપ બનાવી રહી છે, જે ડાઉનલોડ કર્યાં પછી જ તમે 1 રૂપિયામાં અનલિમિટેડ ઈન્ટરનેટ વાપરી શકશો. આ ઑફર ઈન્ડોનેશિયામાં તો શરૂ પણ થઈ ગઈ છે અને આ મહિનામાં ભારતમાં પણ શરૂ થઈ જશે.

You might also like