Categories: Business

ડેટા યુઝમાં ભારત ૧૫૫મા ક્રમેથી પહેલા ક્રમે

નવી દિલ્હી: રિલાયન્સ જિઓને લોન્ચ થયે એક વર્ષ થઈ ગયું છે અને બાર મહિનામાં ભારતમાં મોબાઈલ ડેટા યુસેઝની તસવીર સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે. પહેલા ભારતમાં લોકો એમબી માપી માપીને ડેટા ખર્ચ કરતા હતા. હવે પરિસ્થિતિ અે છે કે દર મહિને ડેટા ખર્ચ ૨૦ કરોડ જીબીની સરખામણીમાં ૧૫૦ કરોડ જીબી થઈ ચૂક્યો છે.

મોબાઈલ ડેટા ઉપયોગમાં ભારત ૧૫૫મા રેન્કથી પહેલા નંબર પર અાવી ગયો છે. અમેરિકા અને ચીન કરતા પણ ભારત અાગળ નીકળી ગયું છે. જિઓનો દાવો છે કે તેમાંથી ૧૨૫ કરોડ જીબી ડેટા માત્ર તેના જ ગ્રાહકો ખર્ચી રહ્યા છે. જિયો પર દર મહિને વીડિયો સ્ક્રીનિંગ ૧૬૫ કરોડ કલાકની થઈ રહી છે. મોબાઈલ પર દર અઠવાડિયે લોકો ટીવીની સરખામણીમાં સાત ગણો વધુ સમય વિતાવી રહ્યા છે.

જિઓનું કહેવું છે કે ફોર જી અાવતાં પહેલાં એવી શંકા હતી કે મોંઘી ડેટા સર્વિસ હોવાના કારણે તેનો એડોપ્શન રેટ અોછો હશે પરંતુ તેની પાસે ૧૦ કરોડથી વધુ ગ્રાહક છે જે જિઓ પ્રાઈમ માટે ચૂકવણી કરી રહ્યા છે.

એવો પણ દાવો કરાયો છે કે જિઓનું નેટવર્ક હજુ ભારતમાં ૭૫ ટકા વસ્તી કવર કરી રહ્યું છે. અાગામી વર્ષે તે કવરેજ ૯૯ ટકા સુધીનું થઈ જશે. સૌથી ઝડપથી લોકોને જોડવામાં જિઓનો દાવો છે કે તેને એક વધુ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ૧૭૦ દેશો સુધી દરેક સેકન્ડે સાત ગ્રાહક જોડવાની અા ગતિ ફેસબુક, વોટ્સઅેપ અને સ્કાઈપ કરતા પણ ઝડપી છે.

ઇન્ડસ્ટ્રીમાં એક વર્ષમાં જે પરિવર્તન અાવ્યું છે તે હવે વધુ વોઈસ અને અોછા ડેટાના બદલે અોછા વોઈસ અને વધુ ડેટા પર ફોકર્સ થઈ ગયું છે. હવે કંપનીઅો વોઈસના બદલે ડેટાથી પોતાનો રેવન્યુ વધુ જોઈ રહી છે. ૨૦૧૭માં ફોર જી ફોનની સંખ્યા પણ ત્રણ ગણી વધી છે. ભારતમાં અાજે ફોર જી કવરેજ ટુ જી કવરેજ કરતા વધુ મોટું થઈ ગયંુ છે.

divyesh

Recent Posts

એશિયા કપઃ પાકિસ્તાન સામે ભારતનો ભવ્ય વિજય, 8 વિકેટે આપ્યો પરાજય

દુબઇઃ એશિયા કપમાં આજે ટીમ ઇન્ડીયા અને પાકિસ્તાન વચ્ચે પાંચમી એવી ભવ્ય મેચનો દુબઇમાં મુકાબલો થયો. જેમાં પાકિસ્તાનની ટીમે 43…

9 hours ago

જિજ્ઞેશ મેવાણીનો બેવડો ચહેરો, કહ્યું,”ધારાસભ્યોની સાથે મારો પણ પગાર વધ્યો, સારી વાત છે”

અમદાવાદઃ ધારાસભ્યોનાં પગાર વધારા મામલે કોંગ્રેસનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિશેષ પ્રતિક્રિયા આપી છે. જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને…

10 hours ago

વિધાનસભા ગૃહમાં હોબાળો, નીતિન પટેલે કહ્યું,”કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત નિયમ વિરૂદ્ધ”

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનાં સભ્યોએ આજે ફરી વાર હોબાળો કર્યો હતો. ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરીને હોબાળો કર્યો હતો. કોંગ્રેસનાં ધારાસભ્યો…

11 hours ago

સુરતઃ 3 વર્ષની માસૂમ બાળકીનું બિસ્કિટ અપાવવા બહાને કરાયું અપહરણ

સુરતઃ આપણી નજર સમક્ષ અવારનવાર નાની બાળકીઓ પર દુષ્કર્મ અને અપહરણ થયા હોવાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો…

12 hours ago

નવાઝ પુત્રી-જમાઇ સહિત થશે જેલમુક્ત, ઇસ્લામાબાદ HCનો સજા પર પ્રતિબંધ

ઇસ્લામાબાદ હાઇકોર્ટે પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે.નવાઝની દીકરી મરિયમ નવાઝ અને જમાઇ મોહમ્મદ સફદરની…

13 hours ago

રાજકોટઃ વાસફોડ સમાજે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી, તંત્ર એલર્ટ

રાજકોટઃ શહેરમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટની અધિકારીઓ દ્વારા માપણી ન કરવામાં આવતા વાસફોડ સમાજે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જો…

14 hours ago