Categories: Lifestyle

વેડિંગને બનાવે ડેશિંગ ડિઝાઈનર બ્લાઉઝ

લગ્ન એ દરેક યુવતીના જીવનનો મોટો પ્રસંગ છે જેમાં તે આકર્ષણનું કેન્દ્ર હોય છે. પોતાના જીવનના આ પ્રસંગને ખાસ બનાવવા તે તેની દરેક વસ્તુની પસંદગી યુનિક કરતી હોય છે. આજની યુવતી ભલે વિચારોથી મૉડર્ન હોય પણ લગ્ન માટે તે પરંપરાગત સાડી પર પહેલી પસંદગી ઉતારે છે. સાડી ભલે હેવી લુકની હોય પરંતુ જો બ્લાઉઝની ડિઝાઈન યુનિક હશે તો તે સાડી પર ચાર ચાંદ લાગી જતા હોય છે. આથી જ બ્રાઈડ હંમેશાં બ્લાઉઝ માટેનાં ફેબ્રિક અને વર્ક પાછળ ખર્ચ કરતી હોય છે. જેનાથી તે પરંપરા પણ સાચવી શકે અને ટ્રેન્ડી લુક મેળવી શકે.

મરોડી વર્ક અને જરદોશી વર્ક ઇન
આજે સમયની સાથે બ્લાઉઝની પેટર્ન તેમજ તેના પર થતા વર્કની વિવિધતા વધી રહી છે. ફેશન કોન્સિયસ આજકાલ વેડિંગ માટે પોતાની માગ પ્રમાણે બ્લાઉઝ તૈયાર કરાવતા હોય છે, આમ જણાવતાં ફેશન ડિઝાઈનર સુમિત ગોહેલ કહે છે કે, “આજકાલ વેડિંગ માટે ડિઝાઈનર બ્લાઉઝનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. જેની પાછળ લોકો ખર્ચ પણ ઘણો કરતા હોય છે. અમે લગભગ વેડિંગ બ્લાઉઝ તૈયાર કરવા માટે રૉ સિલ્ક ફેબ્રિકને વધુ પસંદ કરતા હોઈએ છીએ. જેથી કરીને તેના પર હેવી વર્ક થઈ શકે. આજે મરોડી વર્કની સાથે જરદોશી વર્કની ડિમાન્ડ વધારે છે. મરોડી વર્ક ખાસ તો કસબના દોરાથી તૈયાર થતું હોય છે. તે સિવાય લોકો દોરી વર્ક, તારવર્ક, રેશમ વર્ક, એમ્બ્રોઇડરી વર્ક, ગોટાપટ્ટી વગેરે વર્ક કરાવવાનું વધારે પસંદ કરતા હોય છે. આ સિવાય બ્લાઉઝની પેટર્ન અને સ્લિવ માટે પણ તેઓ ઘણા કોન્સિયસ હોય છે.”

બ્રાઈડલ બ્લાઉઝ લુક બનાવે ગૂડ
સાડીની શોભા તેના બ્લાઉઝથી જ વધતી હોય છે. જો બ્લાઉઝમાં બૅક ડિઝાઈન, નેક લાઈન, સ્લિવ્સ, ફ્ીટિંગ તેમજ વર્ક વ્યવસ્થિત હોય તો સાડીનો લુક વધી જાય છે. આમ તો સાડીના કપડાં પર બ્લાઉઝની પેટર્નનો આધાર રહેલો હોય છે. શિફોન, સિલ્ક, જોર્જેટ, ક્રેપ વિવિધ ફેબ્રિકની સાડીના બ્લાઉઝની પસંદગી તે પ્રમાણે થતી હોય છે. પહેલાંના જમાનામાં લગ્નપ્રસંગ માટે બંધ ગળાના, પોણિયા, અડધી બાંય કે ફુગ્ગા બાંયનાં બ્લાઉઝ તૈયાર કરાવવામાં આવતાં હતાં. આજે બ્લાઉઝમાં વિવિધ લેટેસ્ટ ડિઝાઈન અને પેટર્ન જેમ કે, શિયર બેઝ પર એમ્બેલિશ્ડ ગિયર કૉલર, બોટ નેક, મલ્ટિ લેયર્ડ ડિટેલિંગવાળાં બ્લાઉઝ, ચંકી મેન્ડેરિન કૉલર, હેવી એમ્બ્રોઇડરી, શિમરી ટ્યૂબ બ્લાઉઝ જોવા મળી રહ્યાં છે. જે બ્લાઉઝને રૉયલ લુક આપે છે.

ફેબ્રિક, વર્ક અને કલર પસંદગી
હંમેશાં સાડીના ફેબ્રિક પ્રમાણે બ્લાઉઝની પસંદગી થતી હોય છે. આથી જ માર્કેટમાં આજે બ્રાઈડલ બ્લાઉઝ માટે વિવિધ ફેબ્રિક જેમ કે, આર્ટ દુપિયન સિલ્ક, આર્ટ સિલ્ક, ભાગલપુરી, બ્રોકેડ, કોટન, ક્રેપ, ફેન્સી ફેબ્રિક, લાયક્રા, નેટ, રૉ સિલ્ક, જોર્જેટ, વૅલવેટ વગેરે મળી રહે છે. જ્યારે ફેબ્રિકને અનુરૃપ વર્ક પણ કરવામાં આવતું હોય છે. હવે બ્લાઉઝને રિચ બનાવવા માટે તેના પર બુગલ વર્ક, કટ દાના, ફેન્સી વર્ક, કુંદન વર્ક, લેસ, મિરર, મોતી, પેચ, સ્ટોન વગેરે જેવાં હેવી વર્ક પણ કરાવતા હોય છે.

Krupa

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

7 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

7 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

7 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

8 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

8 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

8 hours ago