Categories: India

Alert: ગુજરાતના 5 ટાપુ સહિત 180 પોર્ટ આતંકવાદીઓના નિશાના પર

નવી દિલ્હી: નાપાક ઇરાદાઓ સાથે આતંકવાદીઓ ફરી એકવાર 26/11 જેવા હુમલાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ગુપ્તચર એજન્સીઓએ શુક્રવારે સરકારને એલર્ટ કરી છે કે આતંકવાદીઓ ભારતના નાના પોર્ટને ટાર્ગેટ બનાવવાની ફિરાકમાં છે. એટલું જ નહી, કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓના હિટ લિસ્ટમાં એક બે નહી પરંતુ એવા 180 પોર્ટનો સમાવેશ છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું હતું કે નાના પોર્ટ અને નાના દ્વીપ આતંકવાદીઓના નિશાના પર છે. આતંકવાદીઓ તે સ્થળો પર ઓછી સુરક્ષા વ્યવસ્થાનો લાભ ઉઠાવીને ભારતમાં ઘૂસણખોરી કરી શકે છે.

સુરક્ષા બેઠકમાં આપ્યું પ્રેજેંટેશન
શુક્રવારે ગૃહ મંત્રાલયમાં આતંરિક સુરક્ષા પર બેઠક દરમિયાન ગુપ્તચર એજન્સીઓએ કેન્દ્ર સરકારને એક પ્રેજેંટેશન આપ્યું છે. તેમાં આઇબીએ પોર્ટ અને દ્વીપોના સુરક્ષા ઓડિટ બાદ રિપોર્ટ પણ આપ્યો છે. પ્રેજેંટેશન બાદ હરકતમાં આવેલી સરકારે 26/11ના હુમલા બાદ કોસ્ટલ સિક્યોરિટી માટે બનાવવામાં આવેલ SOP (સ્ટાર્ડડ ઓપરેટિંગ પ્રોસિડ્યોર)ને કડકાઇપૂર્વક લાગૂ કરવાના નિર્દેશ આપ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2008ના મુંબઇ હુમલા માટે પણ આતંકવાદીઓએ સમુદ્રનો માર્ગ પસંદ કર્યો હતો. હુમલામાં 164 લોકો મૃત્યું પામ્યા હતા, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ રાજ્યોના પોર્ટ છે નિશાના પર
એજન્સીઓએ સરકારને એલર્ટ કર્યું છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને કેરલ જેવા રાજ્યોના નાના મોટા 180 પોર્ટ આતંકવાદીઓના નિશાના પર છે. એટલું જ નહી, આતંકવાદીઓએ 30 એવા દ્વીપોને શોધી કાઢ્યા છે, જ્યાં સુરક્ષા વ્યવસ્થામાં સેંધ લગાવી શકાય છે.

ગુપ્તચર રિપોર્ટ અનુસાર આતંકવાદીઓએ જે યાદી તૈયારી કરી છે તેમાં ગુજરાતના 5 દ્વીપ, અંડમાન નિકોબારના 5 દ્વીપ, લક્ષ્યદ્વીપના 5 નાના દ્વીપ, પશ્વિમ બંગાળના 3 દ્વીપ, મહારાષ્ટ્રનો 1 દ્વીપ અને તમિલનાડુના 1 દ્વીપનો સમાવેશ થાય છે.

જહાજોને રોકાણધામ બનાવવાની યોજના
આતંકવાદીઓને લઇને જે ઇનપુટ મળી રહ્યાં છે, તેમાં ભારતીય જહાજોનો પણ ઉલ્લેખ છે. આતંકવાદીઓ તેમનો ઉપયોગ રોકાણના રૂપમાં કરી શકે છે. સીમાપારના લડાકુઓએ એવા સુમસામ દ્વીપોની ઓળખ કરી છે, જ્યાંથી તે સરળતાથી ભારત વિરોધી ગતિવિધીઓને અંજામ આપી શકે છે.

admin

Recent Posts

રાજ્યમાં બે દિવસ હળવા વરસાદની આગાહી, રાજસ્થાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં સર્જાયું લો-પ્રેશર

અમદાવાદ: દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસ હવાનું દબાણ સર્જાતાં રાજ્યના અમરેલી અને અરવલ્લી જિલ્લામાં સતત મેઘમહેર થઇ રહી છે.…

36 mins ago

હવે પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું મર્જર સંખ્યા ઘટાડીને 56માંથી 36 કરાશે

નવી દિલ્હી: સરકાર હવે જાહેર ક્ષેત્રની બેન્કો સાથે પ્રાદેશિક ગ્રામીણ બેન્કોના (આરઆરબી)ના મર્જરની પણ પ્રક્રિયા શરૂ કરવા જઇ રહી છે.…

1 hour ago

રેગિંગનો ભોગ બનનાર વિદ્યાર્થીને ધમકાવનાર બે યુવકો NSUIના હોદ્દેદાર

અમદાવાદ: નવરંગપુરાની એચએલ કોમર્સ કોલેજમાં એફવાયના વિદ્યાર્થી સાથે થયેલા રેગિંગના મામલે નવરંગપુરા પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. બીજી તરફ…

1 hour ago

રાજ્યભરમાં વધી રહેલો સ્વાઈન ફલૂનો કહેરઃ વાઈરલ-તાવના દર્દીઓમાં વધારો

અમદાવાદ: અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાની સ્થિતિ વકરી રહી છેે દવાખાનાંઓ વાઈરલ, તાવ, શરદી સહિતના રોગની ફરિયાદ…

1 hour ago

રાફેલ ડીલઃ આજે કોંગ્રેસ CVCને તપાસ કરવા અપીલ કરશે

નવી દિલ્હી: કોંગ્રેસના ટોચના નેતાઓનુું એક પ્રતિનિધિમંડળ રાફેલ ફાઇટર વિમાન ડીલમાં કહેવાતા ભ્રષ્ટાચારની સ્વતંત્ર તપાસ કરાવવાની માગણીને લઇને આજે સેન્ટ્રલ…

1 hour ago

કોટ વિસ્તારનાં વર્ષોજૂનાં 600 મકાનોમાં માથે ઝળૂંબતું મોત

અમદાવાદ: યુનેસ્કો દ્વારા દેશના સર્વપ્રથમ વર્લ્ડ હે‌રિટેજ સિટીનું ગૌરવ મેળવનાર અમદાવાદનો હે‌રિટેજ અસ્મિતા સામેનો ખતરો દિવસે ને દિવસે વધી રહ્યો…

3 hours ago