VIDEO: ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો કરે છે અવનવા કીમિયા, ઝડપાયો 9 પેટી વિદેશી દારૂનો જથ્થો

દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા હવે બુટલેગરો અવનવા કીમિયા અજમાવી રહ્યાં છે. વલસાડ સીટી પોલીસે વિદેશી દારૂ ભરેલી એક કાર ઝડપી પાડી હતી. કારમાં રાખેલા CNGનાં ગેસનાં બાટલામાં મુકેલો દારૂ ઝડપાઇ આવ્યો હતો. 9 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપીને પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડ પોલીસે વિદેશી દારૂ અને કાર સહિત આરોપીને ઝડપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થતો રહેવાનો રાજ્ય સરકાર અને રાજ્યનાં પોલીસ વિભાગનો દાવો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે પણ આ રાજ્યનાં અનેક વિસ્તારોમાં રોજનાં લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. લાખો રૂપિયાનો દારૂ ચોરી છૂપીથી રાજ્યમાં ઠલવાતો હોવાનું પણ અનેક વખત બહાર આવેલ છે.

ગુજરાતમાં સૌથી વધુ દારૂ રાજ્યનાં પાડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘૂસાડવામાં આવે છે. રાજ્ય સરકાર અને પોલીસનાં પ્રયાસોને દારૂબંધીનો કડક અમલ બનાવવા માટે વલસાડ પોલીસનાં પ્રયાસોથી બુટલેગરો પણ હવે ચેતી ગયાં છે અને પોલીસની નજરથી બચવા માટે બુટલેગરો દારૂને ગુજરાતમાં ઘુસાડવા માટે અવનવી તરકીબો અજમાવે છે.

You might also like