Categories: Gujarat

કોર્પોરેશન બહાર દલિતોના તોફાની દેખાવ : હળવા લાઠીચાર્જ સાથે 100ની અટકાયત

અમદાવાદ : હાલ દલિતોનાં એક પછી એક મુદ્દાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. દલિતો પર થઇ રહેલા અત્યાચારો અને અન્યાયો ઉજાગર થઇ રહ્યા છે. શહેરનાં પશ્ચિમ ઝોનમાં આવેલા લખુડી તળાવ આવાસ ફાળવણીમાં કૌભાંડ મુદ્દે આજે દલિતો અને મજુર સભા દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘેરાવો કરાયો હતો. જિગ્નેશ મેવાણી સહિતનાં દલિક આગેવાનોએ કોર્પોરેશન આગળ દેખાવો કર્યો હતો. ઘર કે બદલે ઘરની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જો કે આ પ્રદર્શન તોફાની બનતા પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. સાથે સાથે પોલીસે દલિગ આગેવાન જીગ્નેશ મેવાણી સહિત 100 દલિતોની અટકાયત કરી હતી. જો કે જિગ્નેશે આરોપ લગાવ્યો હતો કે, પોલીસે પ્રદર્શન દરમિયાન એક ગર્ભવતી મહિલાને પણ માર માર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે દલિતોની માંગ છે કે લખુડી તળાવની આસપાસ મકાન ફાળવણીમાં કૌભાંડો થયા છે. બિલ્ડરો અને અધિકારીઓ વચ્ચે મિલિભગતનાં કારણે કેટલાક દલિતો મકાન વિહોણા બન્યા છે. તેમ છતા પણ તે જ કોન્ટ્રાક્ટરને બીજા કોન્ટ્રાક્ટ ફાળવી દેવાયા છે. આ સમગ્ર કૌભાંડ ખુબ જ મોટું છે. જેનો પર્દાફાશ કરવા સાથે દરેક દલિતને મકાન ફાળવવાની જીગ્નેશે માંગણી કરી હતી.

Navin Sharma

Recent Posts

ક્રૂડમાં ઉછાળોઃ એક લિટર પેટ્રોલ રૂ. 100માં ખરીદવા તૈયાર રહો

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતથી જો તમે પરેશાન હો તો હજુ પણ વધુ પરેશાની સહન કરવા તૈયાર…

3 mins ago

શાકભાજીમાં બેફામ નફાખોરીઃ હોલસેલ કરતાં છૂટક ભાવ ચાર ગણા વધારે

અમદાવાદ: ચોમાસાના વરસાદ બાદ નવાં શાકભાજીની આવકમાં વધારો થયો છે, પરંતુ પાણીના મૂલે માર્કેટયાર્ડમાં હોલસેલમાં હરાજીમાં વેચાતાં શાકભાજી બજારમાં આવતાં…

33 mins ago

પાણીજન્ય રોગચાળાના ભરડા વચ્ચે પાણીના નમૂૂના લેવાની કામગીરી ઠપ

અમદાવાદ: શહેરીજનોમાં પાણીજન્ય રોગચાળા ઝાડા-ઊલટી, કમળો, ટાઇફોઇડ અને કોલેરાના કેસ સતત વધી રહ્યા હોઇ ભયનો માહોલ ફેલાયો છે. તંત્ર પણ…

43 mins ago

બુટલેગરના ઘરમાં બોમ્બ-હથિયાર મૂકવા મામલે શકમંદના SDS ટેસ્ટ થશે

અમદાવાદ: રથયાત્રાના આગલા દિવસે રાજપુર ટોલનાકા પાસે રહેતા લિસ્ટેડ બુટલેગર રફીક સંધી ઉર્ફે ગુડ્ડુ હવાલદારના ઘરના ધાબા પરથી મળી આવેલા…

46 mins ago

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ અન્ય કેદી પર હુમલો કર્યો

અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કેદીએ બીજા કેદી પર હુમલો કર્યો હોવાની ઘટના બહાર આવી છે. ઇજાગ્રસ્ત કેદીને સારવાર માટે…

56 mins ago

સ્કૂલના સંચાલકે IOCની પાઈપ પંચર કરી ઓઈલ ચોરી શરૂ કરી

અમદાવાદ: અમદાવાદ જિલ્લામાંથી પસાર થતી સલાયા-મથુરાની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પાઈપલાઈનમાં પંચર કરી અન્ય પાઈપલાઈન જોડી અને ઓઈલ ચોરીનું કૌભાંડ સામે…

60 mins ago