પાટણમાં દલિત આગેવાને કલેકટર ઓફિસમાં કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

0 68

પાટણની કલેકટર કચેરી બહાર દલિત આગેવાને આત્મ વિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હવે આ મામલે રાજ્ય સરકાર દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. સામાજીક ન્યાય મંત્રી ઈશ્વર પટેલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મહત્વનુ છે કે, યુવકે કેરોસીન છાંટીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો છે.

આ ઘટના સર્જાતા કલેકટર કચેરીની બહાર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ત્યાર બાદ તાત્કાલિક યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો અને હાલમાં આ યુવકની હાલત ગંભીર છે.

સમી તાલુકાના દુદખા ગામના પરિવાર દ્વારા જમીન ખાતે ન કરી આપવામાં આવતા પરિવારે આત્મ વિલોપનની ચિમકી ઉચ્ચારી હતી. જેના કારણે કલેકટર ઓફિસની બહાર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ચીમકા આપનાર પરિવારની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ચૂસ્ત બંદોબસ્ત હોવા છતા યુવકે આત્મવિલોપન કરવાની કોશિશ કરી હતી.

loading...

Leave A Reply

Your email address will not be published.