VIDEO: સુરેન્દ્રનગરનાં ધ્રાંગ્રધ્રામાં લારી ધારકને પોલીસે માર્યો ઢોર માર

સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રામાં પોલીસની દબંગાઈ સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, ધ્રાંગધ્રા પોલીસે એક લારી ધારકને ઢોર માર માર્યો છે. કોઈ પણ પ્રકારનાં વાંક કે
ગુના વગર જ પોલીસે પોતાની દબંગાઈ બતાવતાં લારી ધારકને ઢોર માર મારતાં તેને હોસ્પિટલ ખસેડવો પડયો છે.

જો કે પોલીસની આ દબંગાઈને લઈ લારી ધારકોમાં ભારે રોષ ફેલાયો છે. રોષે ભરાયેલા લારી ધારકો શહેરની દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતાં. દરેક લારી ધારકોનો એવો આક્ષેપ છે કે પોલીસ દ્વારા ખોટી રીતે લારી ધારકોને હેરાન કરવામાં આવે છે.

સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રામાં લારી ધારકને પોલીસે માર્યો માર
પોલીસે ઢોર માર મારતા લારી ધારકને ખસેડાયો હોસ્પિટલ
પોલીસની દબંગાઈને લઈ લારી ધારકોમાં ભારે રોષ
પોલીસ ખોટી રીતે લારી ધારકોને હેરાન કરતી હોવાનો આક્ષેપ

You might also like