VIDEO: ભરૂચમાં “ભારત બંધ”ને લઇ કોંગી કાર્યકરોની ગુંડાગર્દી, બળજબરીથી દુકાન કરાવી બંધ

ભરૂચમાં ઝાડેશ્વર રોડ ઉપર દુકાન બંધ કરાવવા નીકળેલાં કોંગ્રેસી કાર્યકરોની દુકાનદારો સાથે ઝપાઝપીનો એક વિડીયો વાયરલ થતાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો. દુકાનદાર સાથે ઝપાઝપી કોંગ્રેસી કાર્યકરો કરતાં ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મહત્વનું છે કે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા મુદ્દે કોંગ્રેસ સમિતિ દ્વારા અપાયેલાં ભારત બંધનાં એલાનનાં અનુસંધાને ભરૂચ ઝાડેશ્વર રોડ ઉપર દુકાનો બંધ કરાવવા નીકળેલાં કોંગ્રેસી કાર્યકરોએ દુકાનદારો સાથે ઝપાઝપી કરી હોવાંનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. જો કે કોંગ્રેસી કાર્યકરોની દાદાગીરી પ્રજા સમક્ષ મુકવા માટે દુકાનદારોએ સીસીટીવી ફૂટેજ પણ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હોવાનું જાણવાં મળી રહ્યું છે.

આ સમગ્ર બનાવની મળતી માહિતી અનુસાર પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા મુદ્દે ભારત બંધનું એલાન જાહેર કરાયું હતું. જેમાં ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચનાં વિવિધ બજારો બંધ કરવા માટે કોંગ્રેસ અગ્રણીઓનું ટોળું વિવિધ વિસ્તારોમાં નીકળ્યું હતું.

ત્યારે ભરૂચનાં ઝાડેશ્વર રોડ ઉપર આવેલ શ્રીરંગ કોમ્પ્લેક્ષની દુકાનો બંધ કરવા માટે કોંગ્રેસી અગ્રણીઓએ જણાવ્યું હતું. જ્યાર બાદ કોંગ્રેસી કાર્યકરો અને દુકાનદારો વચ્ચે કોઈ કારણોસર ઝપાઝપી થતાં આ સમગ્ર ઘટના દુકાનની બહાર લગાડવામાં આવેલા સીસી ફૂટેજ કેમેરામાં કેદ થઈ ગયાં હતાં.

જો કે કોંગ્રેસ અગ્રણીઓનાં આવા વર્તન સામે સમગ્ર ભરૂચવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ભરૂચ શહેરનાં ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ શ્રી રંગ કોમ્પલેક્ષમાં આવેલ એચ.વી મિસ્ત્રી એન્ડ સન્સની દુકાનનાં સંચાલક સાથે કોંગ્રેસી કાર્યકરોએ દુકાન બંધ કરાવવા મુદ્દે ઝપાઝપી કરી હતી.

જો કે આ સમગ્ર ઘટના દુકાનમાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયાં હતાં. જો કે દુકાનદારે તાત્કાલિક ભરૂચ સી. ડિવિઝન પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી પરંતુ કોંગ્રેસી કાર્યકરોની ગુંડાગર્દી પ્રજા સમક્ષ ખુલ્લી પાડવા માટે કોંગ્રેસી કાર્યકરો અને દુકાનદારો વચ્ચે થયેલી ઝપાઝપીનાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલમાં આ સમગ્ર બાબત અંગે જિલ્લા કોંગ્રેસ તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

You might also like