CWG 2018: ‘સુપરમોમ’ મેરીકોમે લગાવ્યો ‘ગોલ્ડન પંચ’, દેશને અપાવ્યો 18મો ગોલ્ડ મેડલ

21મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના નામે એક વધુ સફળતા નોંધાઇ છે. 10માં દિવસની શરૂઆતમાં દેશની મહિલા બોકસર મેરીકોમે ગોલ્ડ જીતી ઇતિહાસ રચી દીધો છે. મેરીકોમે નોર્થન આયરલેન્ડની ક્રિસ્ટીના ઓકોહારાને 48 કિલોગ્રામની કેટેગરીની ફાઇનલમાં હરાવી ગોલ્ડ મેડલ જીત્યો છે.

ઉલ્લેખનીય છે કોમનવેલ્થ ગેમ્સમાં મેરીકોમનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. બંને ખેલાડીઓ વચ્ચે રમાયેલ આ નિર્ણાયક મેચમાં પાંચ રાઉન્ડ રમાયા જેમાં મેરીકોમે દરેક રાઉન્ડમાં લીડ મેળવી દેશના નામે એક વધુ ગોલ્ડ મેડલ જીત્યો છે.

You might also like