CWG 2018: કુશતીમાં રાહુલ-સુશીલે જીત્યો ગોલ્ડ, બબીતાને સિલ્વર

સુશીલ કુમાર ‘મેન ઓફ ફ્રી સ્ટાઇલ’ એ 74 કિલોગ્રામમાં ભારતને અપેક્ષિત ગોલ્ડ આપાવ્યો છે. આ સ્ટાર રેસલર ફાઇનલમાં જોહ્થા બોથા પર તૂટી પડ્યો હતો અને ફટાફટ માત્ર એક જ મિનિટમાં ગોલ્ડ મેડલ પર કબ્જો કર્યો હતો. સુશીલને 10-0થી સફળતા મળી છે. કોમનવેલ્થ ગેમ્સમાં સુશીલનો આ ત્રીજો ગોલ્ડ મેડલ છે. અગાઉ, તેમણે 2010માં દિલ્હી અને 2014 ગ્લાસગો કોમનવેલ્થમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.

રેસલર રાહુલ અવારે, પુરુષોની ફ્રીસ્ટાઇલના 57 કિ.ગ્રા. વર્ગમાં, ભારત માટે 13મો ગોલ્ડ મેળવ્યો છે. ફાઇનલમાં, તેમણે કેનેડાના સ્ટીવન તાકાહાશીના પછાડીને મેચ 15-7થી સમાપ્ત કરી હતી. આ મેચમાં એક ખડતલ સ્પર્ધા જોવા મળી હતી અને રાહુલ અવારેએ સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ પછી, કિરણ દ્વારા મહિલા ફ્રીસ્ટાઇલના 76 કિલોગ્રામ કેટેગરીમાં કાંસ્ય પદક જીત્યો હતો. મોરિશિયસની કે પરિધાવેનમાં 10-0થી જીતી હતી.

અગાઉ, બબિતા કુમારી મહિલા ફ્રીસ્ટાઇલના 53 કિલો (નોર્ડિક સિસ્ટમ) ફાઈનલમાં નિરાશ થઈ હતી. તે કેનેડાના કુસ્તીબાજ ડાયના વિકરને પાર કરી શકી ન હતી. બબીતાને ચાંદીના મેડલથી સંતુષ્ટ રહેવું પડશે. ‘ડંગલગર્લ’ આ મેચ 2-5થી હારી હતી. 2014માં ચાંદી અને ગ્લાસગોમાં 2010ની દિલ્હી ગેમ્સમાં બબિતાએ સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.

અત્યાર સુધીમાં CWG 2018માં 29 મેડલ ભારતના ખાતામાં આવ્યા છે. કુલ 14 ગોલ્ડ, 6 ચાંદી અને 9 બ્રોન્ઝ મેડલ સાથે ભારત ત્રીજા ક્રમે છે.

You might also like