CWG 2018: શૂટિંગમાં હિના સિદ્ઘુએ જીત્યો ગોલ્ડ મેડલ

ઑસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઇ રહેલા 21મા કોમનવેલ્થ ગેમના છઠ્ઠા દિવસે શૂટિંગમાં ભારતે વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે. 25 મીટર પિસ્ટલ શૂટિંગમાં ભારતની શૂટર હિના સિદ્ઘુએ દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ સાથે જ ભારતના ગોલ્ડ મેડલની કુલ સંખ્યા 11 થઇ ગઇ છે. હીનાએ ફાઇનલમાં રેકોર્ડ 38 પોઈન્ટ્સ મેળવ્યા હતા. આ ઈવેન્ટમાં ઑસ્ટ્રેલિયાની એલીના ગેલિયાવોવિકને સિલ્વર અને મલેશિયાની આલિયા સજાના અજાહારીને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

શૂટિંગમાં ત્રણ ગોલ્ડ:
આ પહેલા પણ હીનાએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. હાલ કોમનવેલ્થ શૂટિંગમાં જ ભારતના ખાતામાં અત્યાર સુધીમાં કુલ ત્રણ ગોલ્ડ મેડલ આવી ચૂક્યા છે. હીના પહેલાં મનુ ભાકેર અને જીતુ રાયે નિશાનેબાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. શુટિંગમાં ભારતને 3 ગોલ્ડ, 2 સિલ્વર, અને 3 બ્રોન્ઝની સાથે કુલ 8 મેડલ પ્રાપ્ત થયા છે.

હોકી: ભારતે મલેશિયાને 2-1થી હરાવ્યું

ભારતીય પુરુષ હોકી ટીમે પુલ-બીના એક અગત્યની મેચમાં મલેશિયાને 2-1થી હરાવ્યું હતું. આ સાથે જ ભારતે સેમીફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી. ભારતની પહેલી મેચ પાકિસ્તાન વિરૂદ્ધ 2-2થી ડ્રૉ થઈ હતી. જ્યારે બીજી મેચમાં ભારતે વેલ્સને 4-3થી હરાવ્યું હતું.

સ્કવોશ: મહિલા ડબલ્સમાં જોશના ચિનપ્પા-દીપિકા પલ્લીકલની જીત

ભારતની જોશના ચિનપ્પા અને દીપિકા પલ્લીકલે સ્કવોશમાં વિમેન્સ ડબલ્સ કેટેગરીમાં પાકિસ્તાનની ફૈજા ઝફર અને મોદિના ઝફરને હરાવી આગળની મેચમાં રમશે. ભારતીય જોડીએ પુલ-સીની પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનની જોડીને 2-1થી હરાવી દીધી હતી.

Juhi Parikh

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

4 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

4 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

5 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

5 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

5 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

5 hours ago