CWG 2018: ‘ગોલ્ડ’ માટે સાઈના અને સિંધુ આવ્યા આમને સામને

ગોલ્ડ કોસ્ટમાં બેન્ડમિન્ટન વિમેન્સ સિંગલ્સ કેટેગરીની ‘ગોલ્ડ’ માટેની મેચમાં ભારતના 2 સ્ટાર ખેલાડીઓ આવશે સામ-સામે. રિયો ઓલિમ્પિક્સની સિલ્વર મેડલિસ્ટ પી.વી. સિંધુ અને લંડન ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા સાઇના નેહવાલની વચ્ચે થશે ફાઈનલ મેચ. દેખીતી રીતે, રવિવારે આ મેચ ખૂબ જ આકર્ષક રહેશે.

સિંધુએ મહિલા બેડમિન્ટન સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેમણે કરારા સ્પોર્ટ્સ એરેના ખાતે રમાયેલી સેમીફાઇનલમાં કેનેડાના મિશેલ લીને હરાવી હતી. વર્લ્ડ નંબર 3 સિંધુએ મિશેલને 21-18, 21-8થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેમણે ફક્ત 36 મિનિટમાં જીતી લિધી હતી. સિંધુએ ખુબ સારી શરૂઆત કરી હતી અને પ્રથમ સેટમાં 7-4થી લીડ મેળવી હતી. મિશેલે 10-10નો સ્કોર સોથે મેચમાં પાછી ફરી હતી છતાં વિરામ બાદ સિંધુએ પોઈન્ટ વધારી અને 14-11નો સ્કોર મેળવ્યો અને પછી તેણે 21-18થી ગેમ પોતાના નામે કરી લિધી હતી. બીજા સેટમાં, સિંધુએ એક-બાજુની રમત દર્શાવી અને 5-1ની લાડ મેળવી હતી. બ્રેકમાં તેણે 11-4થી લીડ લિધી હતી. અહીંથી સુપ્રસિદ્ધ ખેલાડીએ પાછું ન જોયું હતું અને રમત 21-8 થી જીતી હતી.

સેમિફાઇનલ મેચ સાઇનાએ 21-14, 18-21, 21-17થી સ્કોટલેન્ડની ક્રિસ્ટિ ગિલમોરને પાછળ રાખી દીધી હતી. સાઈનાએ પ્રથમ રમતની શરૂઆત કરી અને 5-0થી લીડ મેળવી લીધી હતી. ગિલમોરે પાછી ફરી હતી અને 4-5 પર ગેમને ખેંચી હતી પરંતુ તે પછી સમગ્ર રમતમાં સાઇના આદળ રહી હતી. સાઇનાએ બીજી ગેમમાં સારી શરૂઆત કરી હતી અને 5-1થી લીડ મેળવી હતી. ત્યાર બાદ ગિલમોરે પુલ અપ કરવાનું શરૂ કર્યું હતું અને ધીમે ધીમે તફાવત ઘટાડવામાં સફળ રહી અને આ રણનિતીથી બીજો મોટ જીત્યો હતો. લંડન ઓલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક જીતનાર સાઈના માટે આ રમત એકપક્ષીય થઈ રહી હતી. ત્રીજા સોટમાં સાઇનાએ 9-3ની લીડ મેળવી અને આ લીડવે કાયમ રાખીને ત્રીજી ગેમ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

You might also like