Categories: Gujarat

અમદાવાદ એરપોર્ટ પરથી રૂપિયા 17.75 લાખનું સોનું ઝડપાયું

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનુ ઝડપાયું હોવાની ઘટના બની છે. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમે રૂપિયા 17.75 લાખની કિંમતનું સોનું ઝડપાયું હતું. આ સોનું દુબઈથી અમદાવાદ લવાયું હતું.

એરપોર્ટ પર ચેકિંગ દરમ્યાન સોનાનું એક બિસ્કિટ અને સોનાના દાગીના થઈ કુલ 17 લાખથી વધુનું સોનું ઝડપાયું હતું. કસ્ટમ વિભાગે આ સોનું કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ સોનું કોણ લાવી રહ્યું હતું, તે અંગે કસ્ટમે કોઈપણ પ્રકારનો ખુલાસો કર્યો નથી.

ઉલ્લેખનીય છે કે ખેડાના ગળતેશ્વરમાંથી ગુરુવારે જ 130 કિલો ચાંદી ઝડપાઈ હતી. જો કે પોલીસે ચાંદી સાથે 4 શખ્સોની પણ ધરપકડ કરી હતી. રાજ્યમાં ચૂંટણીના માહોલ છે. એવામાં રોકડ રકમ સાથે પણ ઘણા શખ્સ ઝડપાઈ રહ્યા છે. જો કે રાજ્યની પોલીસ સતત આ મામલે ચેકિંગ હાથ ધરી રહી છે અને પેટ્રોલિંગ પણ કરી રહી છે.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago