Categories: India

ચાલુ ખાતાધારક નિકાળી શકશે 50 હજાર રૂપિયા

નવી દિલ્હીઃ 500 અને 100ની નોટો પર બેન લગાવ્યા બાદ કરન્ટ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવામાં કેન્દ્ર સરકારે થોડી રાહત આપી છે. હવે ચાલુ ખાતેદાર એક સપ્તાહમાં 50 હજાર રૂપિયા સુધી નિકાળી શકશે. હજી સુધી બેંકો આ નિર્ણય સાથે એટલી સ્પષ્ટ નથી, પરંતુ કેન્દ્ર સરકારે નિર્દેશ કર્યો છે કે કરન્ટ એકાઉન્ટ હોલ્ડર 50 હજાર રૂપિયા એક સપ્તાહમાં નિકાળી શકશે. જો કે તેના માટે ખાતુ ઓછામાં ઓછુ ત્રણ મહિના જૂનુ હોવું જોઇએ. સાથે જ તેમાં કેશ ટ્રાન્ઝેક્શન પણ થતું હોવું જોઇએ. જેનો આદેશ પત્ર જાહેર કરવામાં આવ્યો છે. આદેશ પત્ર પ્રમાણે કરન્ટ એકાઉન્ટ ધારકને 2 હજાર રૂપિયાની નવી નોટો આપવામાં આવશે. જો કે સેવિંગ એકાઉન્ટમાંથી હોલ્ડર એક સપ્તાહમાં 24 હજાર રૂપિયા જ ઉપાડી શકશે.

એક વ્યક્તિ દ્વારા અલગ અલગ આઇડી લાવીને અનેક વખત રૂપિયા નિકાળવાનું પણ હવે સરળ નથી. તેની પર નજર રાખવા માટે બેંક દ્વારા ચોક્કસ પગલાં હાથ ધરવામાં આવ્યાં છે. હવે જે પણ વ્યક્તિ મની એક્સચેન્જ માટે જશે તેનું આઇડી પ્રૂફ સૌથી પહેલાં ફિલ કરવામાં આવશે. તેવામાં જો બીજી વખત આઇડી લઇને પૈસા લેવા જશે તો નામ, પિતાનું નામ અને રહેઠાણના આધારે તેને ટ્રેસ કરવામાં આવશે.

Navin Sharma

Recent Posts

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

10 hours ago

ભગવાન શિવ બાદ રામની શરણે રાહુલ ગાંધી, જઇ શકે છે ચિત્રકૂટ

ન્યૂ દિલ્હીઃ તાજેતરમાં જ થોડાંક દિવસો પહેલાં જ માનસરોવર યાત્રાએથી પરત ફરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ભગવાન રામની શરણે…

11 hours ago

રાજકોટ ખાતે વડોદરા PSIનાં આપઘાત મામલે કરણીસેનાનો ઉગ્ર વિરોધ

રાજકોટઃ વડોદરાનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અજયસિંહ જાડેજાનાં આપઘાત મામલે કરણીસેનાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચક્કાજામ કરીને કરણીસેનાએ…

12 hours ago

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, લોકોને ગરમીથી રાહત

ગુજરાતઃ ઓરિસ્સામાં હાહાકાર મચાવ્યાં બાદ 'ડેઈ તોફાને' હવે દેશનાં અન્ય રાજ્યોને પણ પોતાની લપેટમાં લઇ લીધાં છે. ત્યારે ડેઈ તોફાનને…

13 hours ago

સુરતઃ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું કોંગ્રેસ દ્વારા જાહેરમાં દહન

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં…

14 hours ago

વડોદરાઃ ડભોઇ ખાતે બે ટ્રકો સામસામે અથડાતાં એકનું મોત, ત્રણને બહાર કઢાયાં

વડોદરાઃ ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકાતાં ઘટના સ્થળે જ એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩…

15 hours ago