Categories: Gujarat

નોટોની પળોજણ વચ્ચે આજથી શિયાળુ લગ્નોત્સવની શરૂઆત

અમદાવાદ: ચાર માસના લાંબા વિરામ બાદ આજે શિયાળુ લગ્નોત્સવની વિધિવત્ શરૂઆત થઇ છે, પરંતુ પ૦૦ અને ૧૦૦૦ની નોટો રદ થવાના પગલે લગ્નસરાની સિઝનમાં લગ્નના આનંદના બદલે નોટોની તંગીનો મામલો મુખ્ય વિષય બન્યો છે. લોકો આનંદ મનાવવા ભેગા તો થાય છે પણ પહેલાં એકબીજાના હાલચાલ પૂછવાના બદલે જૂની નોટોનું શું કર્યું? કેવી રીતે સેટિંગ કર્યું? તેવું પહેલાં પૂૂછી લે છે.

શિયાળુ લગ્ન સિઝનને શ્રેષ્ઠ સિઝન ગણવામાં આવે છે. ૧૪ ડિસે. સુધી લગ્ન સિઝન પુરબહારમાં ખીલશે. એકલા અમદાવાદમાં જ ૬૦૦૦થી વધુ લગ્નનું આયોજન થઇ ગયું છે. આજથી ૧૪ ડિસેમ્બર સુધી લગ્નનાં શ્રેષ્ઠ ૧૬ મુહૂર્ત જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જાહેર થયાં છે. ચલણી નોટો રદ થવાના પગલે મોંઘા ભાવની ડિશના ઓર્ડર અપાયા હતા તે કેન્સલ કરીને હવે બજેટરી કાઠિયાવાડી મેનુના ઓર્ડર રિપ્લેસ થવા લાગ્યા છે. કન્યા પક્ષ તરફથી વેવાઇ પક્ષને જાનમાં જાનૈયાની સંખ્યા ઘટાડી દેવા કહેવાયું છે. લગ્નની ઝાકઝમાળમાં જ્યાં પણ કાપ મૂકી શકાય તે પ્રમાણેનાં આયોજન થઇ રહ્યાં છે.

ખરીદીમાં પણ આ જ પરિસ્થિતિ હોવાથી બેન્કોમાં રકમ જમા હોય પણ ઉપાડની મર્યાદા નડતી હોવાથી જે ખરીદી રોકડમાં થાય છે તેમાં મંદીનો માહોલ છે. શાકભાજીની ખરીદીમાં કેટરર્સને તકલીફ પડશે, કારણ કે માર્કેટયાર્ડ છેલ્લા છ દિવસથી બંધ છે. તેથી શાકભાજીની અછત ટૂંક સમયમાં ઊભી થવાના કારણે કેટરર્સે શાકભાજીના મેનુમાં ફેરફાર કરવો પડશે.

કાપડ બજારમાં લગ્નસરાની ખરીદી શરૂ થવાની અપેક્ષાએ વેપારીઓએ ઓર્ડર આપ્યા હતા તે હવે પેન્ડિંગ કરાયા છે. રિટેલ વેપારીઓના ઓર્ડર ઠપ થવાથી એમ્બ્રોઇડરી વર્ક, સાડી, ડાઇંગ પ્રિન્ટિંગનાં કામ અટાવાયાં છે.

divyesh

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

4 mins ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

54 mins ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

2 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

2 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

3 hours ago