Categories: Gujarat

CSKLને આવકનો હિસ્સો આપીને બીસીસીઆઇ ફસાઈ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) શરૂઆતથી જ બીસીસીઆઇના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રીનિવાસનની માલિકીવાળી ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ના શેરને પાંચ લાખ રૂપિયામાં પોતાના જ સહયોગી ટ્રસ્ટ ચેન્નઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ (સીએસકેએલ)ને વેચવાના સોદાને યોગ્ય નથી માનતું. બોર્ડ સુપ્રીમ કોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટમાં પણ સીએસકેએલને કાયદાકીય એકમ માનવાથી ઇનકાર કરી ચૂક્યું છે, પરંતુ તેમના અધિકારી આઇપીએલની આવકમાં સીએસકેના િહસ્સાને સીએસકેએલના નામે આપીને ફસાઈ ગયા છે.બીસીસીઆઇના કોષાધ્યક્ષ અનિરુદ્ધ ચૌધરી તરફથી ગત ૨૪ એપ્રિલે સીએસકેએલના નામે ચેક જારી કરવામાં આવ્યો છે, જ્યારે આ ચેક સીએસકેના નામે જવો જોઈતો હતો. શ્રીનિવાસનની માલિકીવાળી ઇન્ડિયા સિમેન્ટ્સે આ વર્ષે ફેબ્રુઆરીમાં પાંચ લાખ રૂપિયામાં સીએસકેને પોતાના જ સહયોગી ટ્રસ્ટ સીએસકેએલને વેચી દીધી હતી. હજુ સુધી આ વેચાણને બીસીસીઆઇની મંજૂરી મળી નથી. બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ચેક જારી થઈ ચૂક્યો છે. ભૂલ થઈ  ગઈ છે અને શ્રીનિવાસન એન્ડ કંપની તેનો ફાયદો પણ ઉઠાવી શકે છે. તેઓ કોર્ટમાં કહી શકે છે કે બોર્ડે સીએસકેના શેરોને આ ટ્રસ્ટને વેચવાના સોદાનો યોગ્ય માની લીધો છે. અધિકારીએ એવું પણ કહ્યું કે આ બહુ જ ગંભીર મામલો છે અને બધા અધિકારીઓ આ અંગે જાણે છે, પરંતુ આ બાબત અંગે હજુ સુધી એક્ઝિક્યુટિવ કમિટીમાં કોઈ ચર્ચા થઈ નથી એટલું જ નહીં, શ્રીનિવાસનને કારણે વાર્ષિક સામાન્ય સભા પણ સ્થગિત થઈ ચૂકી છે.આઇપીએલ ફિક્સિંગ મામલામાં શ્રીનિવાસનને કોર્ટમાં ધસડી જનારા આદિત્ય વર્માએ જણાવ્યું કે, ”અમે બાબત સુપ્રીમ કોર્ટ અને જસ્ટિસ લોઢા સમિતિ સમક્ષ ઉઠાવીશું. બોર્ડના કોષાધ્યક્ષને આવું કરવાની મંજૂરી કોણે આપી? હું બીસીસીઆઇ અધ્યક્ષ જગમોહન દાલમિયા અને સચિવ અનુરાગ ઠાકુરને પૂછવા માગું છું કે તેમણે શી કાર્યવાહી કરી?” બીસીસીઆઇના કોષાધ્યક્ષ અનિરુદ્ધ ચૌધરી કહે છે, ”બીસીસીઆઇના કોષાધ્યક્ષ તરફથી કોઈ ચૂકવણી થતી નથી. જે કંઈ થાય છે તે મંજૂરી બાદ બીસીસીઆઇ તરફથી થાય છે. બોર્ડ તરફથી ઘણી ચૂકવણીઓ થાય છે અને આ ચૂકવણીઓની વિગતો મારી પાસે નથી.”
admin

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

16 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

16 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

17 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

17 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

17 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

18 hours ago