ક્રિસ્પી ફરાળી ચીલ્લા

સામગ્રીઃ
2 મોટા બટાકા
1 કપ મિક્સ લોટ(રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ, સાબુદાણા)
1 ચમચી સમારેલા ઘાણાં
2 લીલા મરચા (સમારેલા)
1 ચમચી લાલ મરચા પાવડર
2 ચમચી ઘી
ફરાળી મીઠું

બનાવવાની રીતઃ બટાકાને બરોબર ધોઇ અને છીણી લો. ત્યાર બાદ તેમાં મિક્સ લોટ, ઘાણા, મીઠું અને તમામ મસાલા એડ કરો. હવે એક નોન સ્ટિક પેન ગેસ પર મૂકો. તેની પર થોડુ ઘી લગાવો. ત્યાર બાદ તૈયાર ખીરાને પેનમાં રેડો અને ચીલ્લાનો આકાર આપો. તેને ધીમી આંચ પર ચડવા દો. આછા ગુલાબી કલરના થાય ત્યાં સુધી બંને બાજુ ધીમી આંચ પર ચડવા દો. આજ રીતે બધા ચીલ્લા ઉતારી લો અને ફરાળી ચટણી કે દહીં સાથે સર્વ કરો.

http://sambhaavnews.com/

You might also like