Crime Brief: બસ..! એક Click અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર

કાલુપુર કલોથ માર્કેટની દુકાનમાંથી કાપડની ચોરી
અમદાવાદ: કાલુપુરમાં આવેલ કલોથ માર્કેટની દુકાનમાંથી રૂ.૩ લાખની કિંમતના કાપડની ચોરી થઇ હતી. કાલુપુરમાં આનંદ કલોથ માર્કેટના પહેલા માળે આવેલ દુકાનમાંથી તસ્કરોએ જુદા જુદા કાપડના રૂ.૩ લાખની કિંમતના પીસની ચોરી કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ટેમ્પો અને રિક્ષાની ઉઠાંતરી કરાઇ
અમદાવાદ: નવરંગપુરા અને નરોડામાંથી ટેમ્પો અને રિક્ષાની ઉઠાંતરી થતા પોલીસે ગુુના દાખલ કર્યા છે. નવરંગપુરા સરોજ ચેમ્બર્સના પાર્કિંગમાંથી રૂ.પ.પ૦ લાખની કિંમતના ટેમ્પોની અને નરોડા જીઆઇડીસી નજીકથી એક રિક્ષાની ઉઠાંતરી થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

લોગાર્ડન પાસે સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદ: લો ગાર્ડન નજીક સોનાનાં દોરાની ચીલઝડપ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. લો ગાર્ડન બીઆરટીએસ બસ સ્ટેશન પાસેથી એક્ટિવા પર પસાર થઇ રહેલ પ્રભાબહેન હીરાણીના ગળામાંથી રૂ.૭પ હજારની કિંમતના સોનાના દોરાની ચીલઝડપ થઇ હતી.

રથયાત્રાને અનુલક્ષી પ૪૧ ઇસમની અટકાયત
અમદાવાદ: આગામી રથયાત્રાના પર્વને અનુલક્ષી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે તકેદારીનાં પગલાંરૂપે પ૪૧ ઇસમની અટકાયત કરી હતી. જ્યારે નશાબંધીના કાયદાનો ભંગ કરી જાહેરમાં ધાંધલ-ધમાલ મચાવતા ત્રીસ દારૂડિયાને પોલીસે ઝડપી લઇ લોકઅપ ભેગાં કરી દીધા હતા. ગંભીર ગુનામાં સંડોવાયેલા ત્રણ ઇસમની પાસા હેઠળ ધરપકડ કરી હતી.

દારૂ-જુગારના અડ્ડા પર ઠેરઠેર દરોડા
અમદાવાદ: દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ર૬૩ લિટર દેશી દારૂ, ૪૮૯ બોટલ વિદેશી દારૂ, ૪૮ બિયરના ટીન, બે કાર, રોકડ અને જુગારના સાધનો કબજે કરી ૬૭ શખસની ધરપકડ કરી હતી.

You might also like