Categories: Gujarat

crime brief: જાણો એક ક્લિક પર

ઘાટલોડિયામાં અકસ્માતે દાઝી જતાં યુવતીનું મોત
અમદાવાદ: ઘાટલોડિયા વિસ્તારમાં અકસ્માતે દાઝી જવાથી એક યુવતીનું મોત નિપજતાં પોલીસે અા અંગે ગુનો દાખલ કર્યો છે. અા અંગેની વિગત એવી છે કે ઘાટલોડિયામાં કે.કે.નગર રોડ પર અાવેલ ઈશ્વરકાકાનગર ખાતે સોસાયટીમાં રહતી હેતલ પીયૂષભાઈ બારોટ નામની ૨૫ વર્ષીય યુવતી પ્રાઇમસ સળગાવતી હતી ત્યારે કેરોસીનના કારણે ભડકો થતાં અા યુવતીનું ગંભીરપણે દાઝી જવાના કારણે વીએસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અલ્ટો કાર, રિક્ષા, બાઈકની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી અલ્ટો કાર, રિક્ષા અને બાઈકની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. વસ્ત્રાપુરમાં એસજી હાઈવે પર એરટેલની ઓફિસ સામેથી અલ્ટો કારની, નારોલ ચોકડી પાસેથી રિક્ષાની અને જશોદાનગર બસ સ્ટેન્ડ પાસેથી એક બાઈકની ઉઠાંતરી થઈ હતી.

દેશી વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૫૦ લિટર દેશી દારૂ, ૧૦૦ બોટલ વિદેશી દારૂ, ૧૨૪ બિયરનાં ટીન, બે બાઈક, એક કાર, રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૩૪ શખસની ધરપકડ કરી હતી.

તકેદારીરૂપે ૧૯૧ શખસની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુથી શહેર પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી ૧૯૧ શખસની તકેદારીનાં પગલાંરૂપે અટકાયત કરી હતી. અા ઉપરાંત દારૂ અને જુગારની ગેરકાનૂની પ્રવૃત્તિમાં સંડોવાયેલા બે શખસને પાસા હેઠળ પકડી જેલ હવાલે કર્યા છે.

સાબરમતી નદીમાંથી લાશ મળી
અમદાવાદઃ સરદારબ્રિજ નીચે સાબરમતી નદીમાંથી એક અાધેડની લાશ મળી અાવી હતી. મરનારનું નામ સરનામું કે અન્ય કોઈ વિગત જાણવા મળી નથી. પોલીસે લાશને ફાયરબ્રિગેડની મદદથી બહાર કાઢી પીએમ માટે વીએસ હોસ્પિટલ ખાતે મોકલી અાપી હતી.

નાસતો ફરતો ગુનેગાર ઝડપાયો
અમદાવાદઃ વાહનચોરી અને ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા અને છેલ્લા કેટલાક વખતથી નાસતા ફરતા રીઢા ગુનેગાર અારિફ અહેમદમિયાંને પોલીસે સીટીએમ ચાર રસ્તા નજીકથી ઝડપી લીધો હતો. અા શખસે જુદા જુદા વિસ્તારમાં છ જેટલા ગુના અાચર્યા હોવાની કબૂલાત કરી હતી.

ત્રણ મહિલાઓએ સોનાના દોરા ગુમાવ્યા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં સોનાના દોરાની તફડંચીના ત્રણ બનાવ બનતાં પોલીસે અા અંગે ગુના દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. સાબરમતી વિસ્તારમાં કાળીગામ ખાતે રહેતી હંસાબહેન કેશાજી ઠાકોરના રેલવે ટેશન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તેના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ થઈ હતી જ્યારે બોડકદેવમાં સમકિત બંગલા પાસેથી પસાર થઈ રહેલ મીરાંબહેન ભાગચંદાના ગળામાંથી બાઈક પર અાવેલા બે ગઠિયા સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયા હતા. વેજલપુરમાં વિશ્વામિત્રી સોસાયટી પાસેથી પસાર થઈ રહેલ કંચનબહેન ચુનીભાઈ જાવિયાના ગળામાંથી બાઈક પર અાવેલા ગઠિયા સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયા હતા.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

21 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

21 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

21 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

21 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

21 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

21 hours ago