Crime Brief માત્ર એક ક્લિક પર

સાબરમતીમાં ટ્રેનની અડફેટે યુવકનું મોત
અમદાવાદ: શહેરના સાબરમતી ડી-કેબિન વિસ્તાર પાસેથી પસાર થતીં રેલવે લાઈન પર અાજે વહેલી સવારે એક યુવક ટ્રેનની અડફેટે આવી જતાં તેનું મોત નિપજ્યું હતું. અા અંગેની વિગત એવી છે કે અાજે વહેલી સવારે ૨૫થી ૩૦ વર્ષની વયનો એક યુવક સાબરમતી એફ-કેબિન પાસેની રેલવેલાઈન પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાનમાં પૂરપાટ ઝડપે ટ્રેન આવી હતી અને યુવકને ટક્કર મારી હતી. જેના કારણે યુવક ફંગોળાઈ ગયો હતો અને તેના માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. આ અંગે રેલવે પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ હાથ ધરી છે.

સગીરા અને પુરુષની આત્મહત્યા
અમદાવાદઃ બહેરામપુરા તથા શાહપુર વિસ્તારમાં રહેતી એક સગીરા અને એક પુરુષે બીમારીથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. બહેરામપુરા મોહન દરજીની ચાલીમાં રહેતી 14 વર્ષીય રેખા મકવાણાએ બીમારીથી કંટાળીને જમાલપુર‌િબ્રજ પરથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી છે જ્યારે શાહપુર વિસ્તારમાં આવેલ નાગોરીવાડમાં રહેતા 44 વર્ષીય રો‌િહત કચરાભાઇ દાત‌િણયાએ બીમારીથી કંટાળીને અગ્નિસ્નાન કરી લઇને આત્મહત્યા કરી છે. રિવરફ્રન્ટ (વેસ્ટ) અને શાહપુર પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે

પગ લપસતાં કર્મચારીનું મોત
અમદાવાદઃ વટવા વિસ્તારમાં આવેલા કૈલાસનગરમાં રહેતા 32 વર્ષીય પંકજભાઇ ઇન્દ્રભૂષણ યાદવ વટવા જીઆઇડીસીમાં ફેઝ-2માં ડેસ્કો ડાયકેમ પ્રાઇવેટ લ‌િમટેડમાં કામ કરે છે. કંપનીમાં ફિટરનું કામ કરતો હતો ત્યારે પહેલા માળેથી લપસી પડતાં તે પટકાયો હતો. પંકજને માથાના ભાગે ઇજા પહોંચતાં તેને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું.

બોલેરો અને ઇન્ડિકા કારની ચોરી
અમદાવાદઃ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ પાર્ટી પ્લોટની સામે આવેલ એક ડેકોરેશનની દુકાનની બહાર ઊભી રહેલી બોલેરો કાર ચોરીને ચોર ફરાર થઇ ગયા છે. જ્યારે નારોલમાં વાઇઝમેન કાપડની ફેક્ટરીની સામે એક ઇન્ડિકા કાર ચોરી થતાં વટવા પોલીસે વાહનચોરીની ફરિયાદ દાખલ કરી છે.

અમરાઇવાડીમાંથી સગીરાનું અપહરણ
અમદાવાદઃ અમરાઇવાડી વિસ્તારમાં આવેલ સત્યમનગરમાં રહેતી 17 વર્ષીય સગીરાનું કોઇ અજાણી વ્યક્તિ અપહરણ કરીને લઇ જતાં રામોલ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ દાખલ થઇ છે. રામોલ પીઆઇએ આ અપહરણની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

You might also like