Categories: Gujarat

ક્રાઇમ બ્રિફઃ રિક્ષાચાલક અને તેના મળતિયાએ છરી બતાવી મુસાફરને લૂંટી લીધો

અમદાવાદઃ વટવા જીઅાઈડીસી વિસ્તારમાં રિક્ષાચાલક અને તેના મળતિયાઓએ રિક્ષામાં બેઠલ મુસાફરને છરી બતાવી લૂંટી લેતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.  અા અંગેની વિગત એવી છે કે દસક્રોઈ તાલુકાના કઠવાડા ગામ ખાતે રહેતાે નરેશભાઈ મણિભાઈ અને મુકેશ દેવજીભાઈ નામના બે યુવાન નરોડા ગેલેક્સીથી રિક્ષામાં બેસી નારોલ જવા નીકળ્યો હતો. નારોલ રોપડાબ્રિજ પાસે રિક્ષા પહોંચતા રિક્ષાચાલકે રિક્ષા ઊભી રાખી હતી. રિક્ષામાં અગાઉથી બેઠેલા ત્રણ તેના મળતિયાઓએ નરેશભાઈ અને મુકેશભાઈને નીચે ઉતારી છરી બતાવી ત્રણ મોબાઈલ ફોન અને રોકડ રકમ લૂંટી લીધા હતા અને અા બંનેને રિક્ષામાંથી ત્યાં જ ઉતારી મૂકી રિક્ષાચાલક અને તેના મળતિયાઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે અા અંગે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

દાઝી જતાં બેનાં અને બાઈક સ્લિપ થતાં એક યુવાનનું મોત
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવ બન્યાં છે. જેમાં બે વ્યક્તિના દાઝી જવાથી અને એક યુવાનનું બાઈક સ્લિપ થવાથી મોત થયું હતું. અા અંગેની વિગત એવી છે કે ઘોડાસરમાં અાવેલી મુક્તજીવન સોસાયટી ખાતે રહેતાે ચિરાગ જયંતીભાઈ શાહપરા નામના યુવાનનું વહેલી સવારે બાથરૂમની લાઈટની ‌િસ્વચ ચાલુ કરતા ગેસનો બાટલો લીક હોવાથી લાગેલી અાગમાં દાઝી જવાથી મોત થયું હતું. જ્યારે વટવામાં અાવેલી મંગલમૂર્તિ સોસાયટીમાં રહેતી અંજલી શ્યામસુંદર અવસ્તી નામની મહિલાનું અકસ્માતે દાઝી જવાથી મોત થયું હતું. અા ઉપરાંત પાલડી અાંબેડકર બ્રિજ ઉપરથી દાણીલીંમડા તરફ જવાના રસ્તા પર બાઈક સ્લિપ થતાં સોહિલ ગુલામનબી શેખ નામના યુવાનનું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું.

પૈસાનું બંડલ બતાવી બે ગઠિયા વૃદ્ધાનાં ઘરેણાં તફડાવી ગયા
અમદાવાદઃ શાહીબાગ વિસ્તારમાં એક મહિલાને પૈસાનું બંડલ બતાવી વિશ્વાસમાં લઈ બે ગઠિયા સોનાના ઘરેણાં તફડાવી ફરાર થઈ જતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે અસારવામાં અાવેલી સાંકડી શેરી ખાતે રહેતી સુમિત્રાબહેન અનિલભાઈ પટેલ નામના વૃદ્ધા શાહીબાગ નીલકંઠ મહાદેવ નજીક ખંડુભાઈ હોલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બે અજાણ્યા શખસોએ અા વૃદ્ધા પાસે અાવ્યા હતા અને તેમને વાતચીતમાં પરોવી વિશ્વાસમાં લઈ લીધા હતા ત્યારબાદ અા ગઠિયાઓએ વૃદ્ધાને પૈસાનો બંડલ બતાવી વાતોમાં વળગાડ્યા હતા. દરમિયાનમાં એક ગઠિયાએ નજર ચુકવી તેમનો સોનાનો ચેઈન અને વીટી તફડાવી અા વૃદ્ધાને કોરા કાગળનું બંડલ અાપી બંને ગઠિયા ફરાર થઈ ગયા હતા. પોલીસે અા અંગે વધુ તપાસ હાથ ધરી છે.

બેન્કની કડક ઉઘરાણીથી ત્રાસેલા ખેડૂતનો અાપઘાત
અમદાવાદઃ વડોદરાના વાઘોડિયા તાલુકાના એક ગામના ખેડૂતો બેન્કની કડક ઉઘરાણીથી કંટાળી જઈ અાત્મહત્યા કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે. અા અંગેની વિગત એવી છે કે વાઘોડિયા તાલુકાના નાર સોમેશ્વરપુરા ગામમાં રહેતા વાલસિંહભાઈ જેઠિયા નામના ખેડૂતે બેન્ક ઓફ બરોડામાંથી લોન લીધી હતી. અા ખેડૂત બેન્કના હપ્તા સમયસર ભરી શક્યા ન હતા અાથી બેન્ક દ્વારા બાકી રકમની વ્યાજ સાથે વસૂલાત કરવા માટે અવારનવાર નોટિસ અાપવામાં અાવી હતી. બેન્ક દ્વારા ખેડૂતને પોતાનું ટ્રેક્ટર વેચી બેન્કની રકમ ભરપાઈ કરવા પણ દબાણ કરવામાં અાવતું હતું. અાથી ખેડૂતે ટ્રેક્ટર વેચી અમુક રકમ ભરી હતી. અામ છતાં બેન્ક દ્વારા કડક ઉઘરાણી ચાલુ રહેતા અા ખેડૂતે ગળાફાંસો ખાઈ લઈ અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે અા અંગે ગુનો દાખલ કર્યો છે.

વાડજમાં સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદઃ વાડજમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. વાડજમાં અખબારનગર બ્રિજ નીચેથી પસાર થઈ રહેલ શર્મિષ્ઠાબહેન પટેલના ગળામાંથી બાઈક પર અાવેલા ગઠિયા સોનાના દોરાની ચીલઝડપ કરી ફરાર થઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

એપલ મોબાઈલ ફોનની તફડંચી
અમદાવાદઃ ઈસનપુર વિસ્તારમાં એપલ મોબાઈલ ફોનની તફડંચી થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. નિકોલમાં રહેતાે કુણાલ પટેલ નામના વિદ્યાર્થી નારોલ સર્કલ પાસે બસમાંથી ઉતરતો હતો તે વખતે કોઈ ગઠિયાએ તેની નજર ચૂકવી રૂ. ૭૨ હજારના ફોનની તફડંચી કરી હતી.

ઓઢવમાં સોનાનાં ઘરેણાંની ચોરી
અમદાવાદઃ ઓઢવ વિસ્તારમાં રૂ. ૨.૧૧ લાખની કિંમતના સોનાના ઘરેણાની ચોરી થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઓઢવમાં રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા પાસે અાવેલ રાજરત્ન સોસાયટીના એક મકાનના તાળાં તોડી તસ્કરોએ સોનાના ઘરેણાની ચોરી કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બે યુવતી સહિત છ લાપતા
અમદાવાદઃ બાપુનગરમાંથી કેલ્વિના ચૌહાણ, ઈસનપુરમાંથી રોમા પટેલ, નિકોલમાંથી અરવિંદભાઈ ઠાકોર, સોલામાંથી કાળાજી ઠાકોર, રાણીપમાંથી રોનક બારોટ અને શાહપુરમાંથી જયકિશન મકવાણા નામની વ્યક્તિઓ અચાનક લાપતા બનતા પોલીસે જાણવાજોગ નોંધ કરી છે.

દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરમાં ચાલતા જુદા જુદા વિસ્તારમાં દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૪૧૨ લિટર દેશી દારૂ, ૩૧૫ બોટલ વિદેશી દારૂ, ૧૬ બિયરના ટીન, બે સ્કૂટર, બે કાર, ૧.૩૩ લાખની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૧૬૨ શખસની ધરપકડ કરી છે.

http://sambhaavnews.com/

Navin Sharma

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

1 day ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

1 day ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

1 day ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

1 day ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

1 day ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

1 day ago