Categories: Gujarat

ક્રાઇમ બ્રિફઃ શહેરના ક્રાઇમ ન્યુઝ વાંચો માત્ર એક ક્લિક પર

તસ્કરોનો તરખાટઃ બે દુકાન અને એક ઓફિસનાં તાળાં તૂટ્યાં
અમદાવાદઃ શહેરના પાલડી, સરખેજ અને મેમ્કો વિસ્તારમાં તસ્કરોએ બે દુકાન અને એક ઓફિસના તાળાં તોડી ચોરી કરતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. અા અંગેની વિગત એવી છે કે પાલડી વિસ્તારમાં પ્રીતમનગરના ઢાળ પાસે અાવેલ નકોડા ભૈરવનાથ સ્ટોર નામની ત્રણ નંબરની દુકાનના તસ્કરોએ તાળાં તોડી પાન-મસાલાના બોક્સ, સિગારેટનો જથ્થો, બીડીના બંડલો મળી અાશરે રૂપિયા એક લાખની માલમતાની ચોરી કરી હતી. જ્યારે સરખેજમાં રેલવે ફાટક પાસે અાવેલ શ્રી માતાજી નોવેલ્ટી નામની કટલરીની દુકાનનું શટલ તોડી ચોરોએ દુકાનના ડ્રોવરમાંથી રૂ. ૪૧ હજારની રોકડ રકમ અને મોબાઈલ મળી અાશરે રૂ. ૪૫ હજારની મતાની ચોરી કરી હતી. અા ઉપરાંત મેમ્કો પ્રેમનગર વિસ્તારમાં ક્રોકરી માર્કેટમાં અાવેલ અાશા લેબ નામની ઓફિસનું તાળું તોડી તસ્કરોએ લેપટોપ અને રોકડ રકમની ચોરી કરી હતી.

બે વ્યક્તિએ ઝેર પીધુંઃ મહિલાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં અાત્મહત્યાના ત્રણ બનાવ બન્યા છે. જેમાં બે વ્યક્તિએ ઝેર પી લઈ અને એક મહિલાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખતા પોલીસે અા અંગે ગુના દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. અા અંગેની વિગત એવી છે કે બાપુનગર વિસ્તારમાં ઈન્ડિયા કોલોની ખાતે અાવેલ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા નંદકિશોરભાઈ ભાવસારે ઝેરી ફિનાઈલ પી અાત્મહત્યા કરી હતી. જ્યારે માધુપુરામાં અાવેલ જશરાજ હોટલમાં ઊતરેલા નવસારીના રાકેશ બાબુભાઈ સઘવી નામના યુવાને અગમ્ય કારણસર ઝેરી દવા પી અાપઘાત કર્યો હતો. અા ઉપરાંત નિકોલમાં અાવેલી દલવાડી છોટાલાલની ચાલીમાં રહેતી સરિતા શ્રીકાંત પટેલ નામની મહિલાએ માનસિક બીમારીથી કંટાળી જઈ પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી.

સાબરમતી નદીમાંથી યુવાનની લાશ મળી
અમદાવાદ: સાબરમતી નદીમાં રિવરફ્રન્ટ ઈસ્ટ નારણઘાટ પાસેથી એક યુવાનની લાશ મળી અાવતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. નારણઘાટ પાસે સાબરમતી નદીમાં યુવાનની લાશ તરતી જોવા મળતા પોલીસે ફાયરબ્રિગેડની મદદથી લાશને બહાર કાઢી પીએમ માટે મોકલી અાપી હતી. પોલીસ તપાસ દરમિયાન અા યુવાનનું નામ હર્વેન્દ્ર ઉર્ફે કાલીચરણ ઓઝા (ઉં.વ.૨૪) હોવાનું અને તે શાહીબાગ અસારવા વિસ્તારમાં હોળી ચકલા પાસે અાવેલી ભોગીલાલની ચાલીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાથમીક તપાસમાં અા યુવાને અગમ્ય કારણસર નદીમાં પડતું મૂકી અાપઘાત કર્યું હોવાનું ખુલ્યું છે.

એંગલ ભરેલ ટ્રકની ઉઠાંતરી
અમદાવાદઃ રામોલ વિસ્તારમાંથી લોખંડની એન્ગલો ભરેલ ટ્રકની ઉઠાંતરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. રામોલમાં ખટિક ચાર રસ્તા પાસે રૂ. પાંચ લાખની લોખંડની એન્ગલો ભરેલ ટ્રકની મોડી રાતે કોઈ તસ્કરોએ ઉઠાંતરી કરતાં તપાસ હાથ ધરવામાં અાવી છે.

વટવા જીઅાઈડીસીમાં તસ્કરો ત્રાટક્યા
અમદાવાદઃ વટવા જીઅાઈડીસીમાં ઈન્ડસ્ટ્રીમાં તસ્કરોએ ત્રાટકી રૂ. બે લાખની એસિડની ચોરી કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. જીઅાઈડીસીમાં અાવેલ અાલ્ફા ઈન્ડસ્ટ્રીઝમાંથી તસ્કરોએ રૂ. બે લાખનું એસિડ અને અન્ય ચીજવસ્તુઓની ચોરી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદઃ અાંબાવાડી વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. અાંબાવાડી વિસ્તારમાં નહેરુનગર એસબીઅાઈ નજીકથી પસાર થઈ રહેલ ઈરફાનખાન પઠાણની પત્નીના ગળામાથી સોનાના દોરાની ચીલઝડપ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૩૪૦ લીટર દેશા દારૂ, ૧૩૦ બોટલ વિદેશી દારૂ, ૫૦૧ ઈંગ્લીશ દારૂના ક્વોટર્સ, ૪૦ બિયરના ટીન, એક કાર, એક રિક્ષા, રૂ. અઢી લાખની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૧૫૫ શખસની ધરપકડ કરી છે.

તકેદારીરૂપે ૨૨૫ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુથી પોલીસે તકેદારીના પગલારૂપે જુદા જુદા વિસ્તારમાંથી ૨૨૫ ઈસમોની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. જ્યારે નશાબંધીના ભંગ બદલ સાત શખસની ધરપકડ કરવામાં અાવી હતી.

http://sambhaavnews.com/

Navin Sharma

Recent Posts

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

6 hours ago

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

6 hours ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

7 hours ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

9 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

10 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

10 hours ago