VIDEO: જીજ્ઞેશ મેવાણીએ પોલીસને સમર્થન ન હોતું આપ્યું: જે.કે ભટ્ટ

અમદાવાદઃ રાજ્યભરમાં દલિત સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચનાં JCP જે.કે.ભટ્ટ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં જે.કે.ભટ્ટે કહ્યું કે,”ઊંઝામાં સ્થિતિને જો ઈને શનિવારે અમદાવાદમાં દલિતનાં નેતાઓ સાથે બેઠક કરવામાં આવી હતી અને આ બેઠકમાં નેતાઓને શાંતિની અપીલ પણ કરવામાં આવી હતી. નેતાઓને અપીલ કર્યા બાદ નેતાઓએ સમર્થન આપ્યું હતું.”

આ ઉપરાંત જે.કે.ભટ્ટે જણાવ્યું કે, અમદાવાદનાં દલિત નેતાઓએ પોલીસને સમર્થન આપ્યું હતું. પરંતુ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પોલીસને સમર્થન આપ્યું ન હતું. પોલીસ સાથે જીજ્ઞેશ મેવાણીએ અભદ્ર વર્તન કર્યું હતું.

નોંધનીય છે કે પોલીસ સાથે અભદ્ર વર્તન કર્યા બાદ પણ પોલીસ ધારાસભ્ય સાથે સારી રીતે વર્તન કરશે. કેમ કે આ પોલીસની ફરજ છે. તો બીજી તરફ વાડજમાં કારમાં આગ લગાવવાની ઘટના પર જે.કે.ભટ્ટે જણાવ્યું કે, દલિત સમાજનાં લોકો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.

પરંતુ અસામાજીક તત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું અને હવે પોલીસ દ્વારા નજીકનાં વિસ્તારોનાં CCTVની તપાસ કરીને આરોપીઓ સામે ગંભીર પગલા લેવામાં આવશે.

અમદાવાદનાં દલિત આગેવાનો સાથે સંપર્કમાં હતાં: JCP
આત્મવિલોપન ઘટનાનું દુઃખ છેઃ JCP
પોલીસે યોગ્ય પગલા લીધાં છેઃ JCP
સાથ સહકાર બદલ તમામનો આભારઃ JCP
પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી છેઃ JCP
જનહીતમાં કેટલાક લોકોની અટકાયત કરાઈ છેઃ JCP
ધારાસભ્ય સાથે સારૂ વર્તન કરવું એ જ અમારી ફરજઃ JCP
કોઈ પણ આરોપીઓને છોડવામાં નહીં આવેઃ JCP

You might also like