VIDEO: જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નીનાં વાળ ખેંચીને એક શખ્સે કર્યો હુમલો

જામનગરઃ શહેરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની પર હુમલો કરવામાં આવ્યો છે. બાઇક સાથે કાર અથડાતા એક બાઇક સવારે હુમલો કર્યો હતો. રોંગ સાઇડમાં આવતા બાઇક સાથે કાર અથડાઇ હતી. જો કે તેઓને DSP ઓફીસમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પોલીસ કોન્સ્ટેબલ સંજયે તેમનાં પર હુમલો કર્યો હતો. આ અંગે રાજ્ય પોલીસવડાએ તપાસનાં આદેશ આપ્યાં છે. પોલીસકર્મી પર બદલી બાદ સસ્પેન્શન સહિતનાં પગલા લેવામાં આવશે.

મહત્વનું છે કે ભારતીય ક્રિકેટ ટીમનાં ઓલ રાઉન્ડર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની પત્ની રીવાબાની કાર સાથે અથડાયેલા મોટર સાયકલ ચાલકે હુમલો કરતા ભારે ચકચાર જાગી છે. રવીન્દ્રની પત્ની રીવાબાનાં વાળ પકડીને બાઈક ચાલકે ચહેરો કાર સાથે અથડાવી કરેલા હુમલામાં રીવાબાને ઈજા પહોંચી હતી.

બીએમડબ્લ્યુ કારમાં સવાર રીવાબાને તાત્કાલિક એસપી કચેરી પહોંચ્યાં હતાં અને ત્યાં જ તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. આ ઘટનાની ગંભીરતાને લઈને આરોપી પોલીસકર્મી સામે સસ્પેન્સન સુધીની કડક કાર્યવાહી કરવાની પોલીસ વડાએ ખાતરી આપી છે.

જામનગર સહીત રાજ્યભરમાં ચકચારી બનેલા બનાવની વિગત મુજબ, ભારતીય ક્રિકેટ ટીમનાં ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા આજે મોડી સાંજે પોતાની બીએમડબ્લ્યુ કાર લઇ સેશન રોડ પરથી પસાર થતાં હતાં ત્યારે પોલીસ હેડ વાટર નજીક રોંગ સાઈડમાં આવતા એક મોટર સાયકલ ચાલકે કાર સાથે ટક્કર મારી હતી.

બાઈક અથડાતા જ રીવાબાએ કાર થંભાવી દીધી હતી. તે દરમિયાન બાઈક ચાલક યુવાન તુરંત કારમાં સવાર રીવાબાને આંતરી લઇ વાળ પકડી તેમની પર હુમલો કર્યો હતો. વાળ પકડીને ચહેરો કાર સાથે અથડાવી બાઈક ચાલકે રીવાબાને ઈજા પહોંચાડી હતી. આ બનાવને પગલે લોકોનાં ટોળા પણ એકત્ર થઇ ગયાં હતાં.

આ બનાવને પગલે રીવાબા કાર સાથે એસપી કચેરી દોડી ગયાં હતાં. જ્યાં એસપીએ પોતાની ફર્સ્ટ એઇડ બોકસમાંથી રીવાબાને સારવાર આપી હતી. આ ઘટનાની જાણ થતાં જ રવીન્દ્રનો પરિવાર અને અગ્રણીઓ એસપી કચેરીએ દોડી ગયાં હતાં. પોરબંદર પોલીસ વડા સોભા ભૂતડા પણ એસપી કચેરીએ પહોંચ્યાં છે.

જેને લઇને હાલ રીવાબાને સારવાર આપવામાં આવી રહી છે. બાઈક ચાલક પોલીસકર્મી હોવાનું નજરે જોનાર ચસ્મદીતોએ જણાવ્યું છે. જો કે હાલ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપી પોલીસકર્મી સામે કડક કાર્યવાહી તેમજ બદલી અને સસ્પેન્શન સુધીનાં પગલાં ભરવા કાર્યવાહી થશે એમ પોલીસ વડાએ જણાવ્યું છે.

You might also like