સન ઓફ મધર લખાવાનો યુવાનોમાં વધ્યો ક્રેઝ

હવે માત્ર ધોની જ નહીં પરંતુ વિરાટ કોહલીએ પણ પોતાની માતાનું નામ લખેલું ટી-શર્ટ પહેર્યું હતું. આ ક્રિકેટરોને જોઇને આજનાં યુવાનો પણ હવે ક્રેઝી બની ગયાં છે. સ્ત્રીનાં ઘણાં સ્વરૂપ છે. તેનાં પર ઘણું બધું લખાયું પણ છે પરંતુ જ્યારે પણ નામની વાત આવે ત્યારે સંતાન પાછળ પિતાનું નામ જ લખાય છે.

ત્યારે માતાનું નામ જાણે ક્યાંક ખોવાઇ જાય છે પરંતુ થોડાંક સમય પહેલાં જ જાણીતી ટીવી ચેનલ પર એક નઈ સોચનાં સ્લોગન સાથે એડ. શરૂ થઇ છે. જે આજનાં યુવાનોમાં ઘણી ફેવરિટ બની છે. હવે યુવાનો પણ વોટ્સએપ, ફેસબુક પર પોતાની માતાનું નામ લખતા થયાં છે. આજ કાલ યુવાનો સન ઓફ મધરનાં નામ પાછળ ક્રેઝી બન્યાં છે.

સદીઓથી સંતાનો પાછળ પિતાનું નામ જ લખાય છે અને તેનાં વિશે ક્યારેય કોઇ જ કશું પણ કહેતું નથી ત્યારે આજ કાલ યુવાનોએ સન ઓફ મધર બનીને એક નવો અધ્યાય શરૂ કર્યો છે. એક એડ.માં કિક્રેટર ધોનીએ ‘સન ઓફ દેવકી’ નામનું ટી-શર્ટ પહેર્યું હતું ત્યારે કોઇ પત્રકારે પૂછ્યું કે ટી-શર્ટ પાછળ તમારી માતાનું નામ કેમ લખ્યું છે?

ત્યારે ધોનીએ સુંદર જવાબ આપ્યો હતો કે,”અત્યાર સુધી મારા નામની પાછળ મારા પિતાનું નામ લખાતું હતું ત્યારે તો તમે કશું ન હોતા પૂછતા તો હવે કેમ પૂછો છો? અને આ જવાબ સાંભળીને બધા જ શાંત થઇ ગયાં હતાં.

આ એડ. જોઈને યુવાનોમાં પણ માતૃપ્રેમ જાગી ઊઠ્યો છે. બાદમાં માત્ર ધોની જ નહીં વિરાટ કોહલીએ પણ પોતાની માતાનું નામ લખેલું ટી-શર્ટ પહેર્યું હતું. આ ક્રિકેટરોને જોઇને આજનાં યુવાનો પણ ક્રેઝી બન્યાં છે.

યુવાનો વોટ્સએપ સ્ટેટસમાં પોતાની માતાનું નામ લખે છે જ્યારે ફેસબુક અને અન્ય સોશિયલ સાઇટ પર પોતાની માતાનાં નામવાળા ફોટા મૂકે છે, ટીશર્ટ પહેરે છે, સન ઓફ મધરનાં લૉગો લગાવે છે. પોતાનાં વ્હીકલ પર મોમ ગિફટ લખાવે છે.

આ સંદર્ભે વાત કરતાં અર્પિત વસાવાએ કહ્યું કે,”હું મારી માતાને ખૂબ જ પ્રેમ કરું છું પરંતુ ક્યારેય એમ વિચાર્યું ન હોતું કે સન ઓફ મધરનો લૉગો લગાવું કે મારી પાછળ માતાનું નામ લખું પરંતુ જ્યારે ટીવી પર એક નઈ સોચની એડ. જોઈ ત્યારે એમ લાગ્યું કે મારે પણ મારી માતા માટે કંઇક કરવું જોઇએ. જેથી વોટ્સ એપ. સ્ટેટસમાં સન ઓફ સુશીલા લખ્યું છે.”

જ્યારે પાયલ શાહ કહે છે કે, “હું વોટ્સ એપ પર વારંવાર મમ્મીનાં ફોટા બદલું છું અને મમ્મીનાં ફોટાવાળો એક કપ બનાવ્યો છે જે મને સૌથી પ્રિય છે. મારા નામ પાછળ ભલે પિતાનું નામ લખાતું હોય પણ મને ડૉટર ઓફ મધર કહેવડાવું ખૂબ જ સારું લાગે છે. હું જ્યાં લખી શકાય ત્યાં મમ્મીનું નામ લખુ છું.”

જાણીતા ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી તો પહેલેથી જ પોતાનાં નામની પાછળ પોતાની માતાનું નામ લખાવે છે. હવે યુવાનોમાં પણ ધીમેધીમે માતાનું નામ લખવાનો અને સન ઓફ મધર તરીકે ઓળખાવાનો શોખ વધતો જાય છે.

You might also like