CPLમાં પણ શાહરુખની ટીમ ફાઇનલમાં પહોંચી

ત્રિનિદાદઃ બોલિવૂડનાે કિંગ ખાન શાહરુખ હંમેશાં પોતાની ટીમે સપોર્ટ કરતો રહે છે, પછી એ આઇપીએલની કેકેઆર હોય કે સીપીએલ (કેરેબિયન પ્રીમિયર લીગ)ની T&T. કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ) ટી-૨૦માં શાહરુખની ટીમ ત્રિનિદાદ એન્ડ ટોબેગો ફાઇનલમાં પહોંચી ગઈ છે. પાછલાં બે વર્ષથી T&T સીપીએલ જીતવામાં નિષ્ફળ રહી છે. આજે ફાઇનલમાં T&Tનો બાર્બાડોસ ટ્રિડેન્ટ્સ સામે મુકાબલો થવાનો છે. ફાઇનલમાં પહોંચવા માટે T&Tએ સેમિફાઇનલમાં ગુઆના અમેઝન વોરિયર્સને છ વિકેટે પરાજય આપ્યો હતો. શાહરુખ આ વર્ષથી જ T&T સાથે જોડાયો છે. આઇપીએલની વાત કરવામાં આવે તો શાહરુખ કેકેઆરનો માલિક છે અને તેની ટીમ અત્યાર સુધીમાં બે વાર આઇપીએલ ટ્રોફી જીતી ચૂકી છે.

You might also like