પાક.ના પૂર્વ પ્રમુખ મુશર્રફની ધરપકડ કરવા કોર્ટનો આદેશ

0 30

ઈસ્લામાબાદ: પાકિસ્તાનની એક વિશેષ અદાલતે પાક.ના પૂર્વ સેના પ્રમુખ પરવેજ મુશર્રફની ધરપકડ કરી તેમની તમામ મિલકતો જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ૨૦૦૭માં દેશમાં કટોકટી લગાવવા બદલ મુશર્રફને આરોપી જાહેર કરવામાં આવ્યા છે.

મુશર્રફ પર દેશમાં કટોકટી લગાવવા બદલ માર્ચ- ૨૦૧૪માં દેશદ્રોહના આરોપ ઘડવામાં આવ્યા હતા. કટોકટી લાગતાં મોટી અદાલતોના અનેક ન્યાયાધીશો તેમના ઘરમાં બંધક બનીને રહી ગયા હતા. અને લગભગ ૧૦૦ જજને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

પેશાવર ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ યહ્યા અા‌િફ્રદીની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યની એક બેન્ચે આ કેસમાં આઠ માસ બાદ પહેલી સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન ગૃહ મંત્રાલયે મુશર્ફની સંપત્તિ અંગે અદાલતમાં એક અહેવાલ જમા કરાવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે સાત સંપત્તિમાંથી ચાર મિલકત મુશર્રફના નામે છે.

૨૦૧૬માં દુબઈ ફરાર થઈ ગયેલા મુશર્રફને અદાલતે મે-૨૦૧૬માં ભાગેડુ જાહેર કર્યા હતા, જોકે દેશદ્રોહના કેસમાં આરોપી સાબિત થયા બાદ ફાંસી અથવા આજીવન કેદની સજા કરવાની જોગવાઈ છે ત્યારે પાક.ની વિશેષ અદાલતે ગઈ કાલે સુનાવણી દરમિયાન સંઘીય તપાસ અેજન્સી (એફઆઈએ)ના અધિકારીઓની આ રીતે ફરાર થઈ ગયેલી વ્યકિતને વિદેશથી પરત લાવવાની પ્રક્રિયા અગે પૂછપરછ કરી હતી, જે અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલય તેને નિવેદન મોકલશે.

loading...

Leave A Reply

Your email address will not be published.