કોર્ન ટિક્કી

સામગ્રી

4 કપ મકાઇના દાણા (બાફેલા)

2 બટાકા (બાફેલા, મેશ કરેલા)

½ કપ બ્રેડક્રમ્બ

2 લીલા મરચા (બારીક કટ કરેલા)

1 ચમચી આદુ છીણેલું

4-5 લસણની કડી

4 ચમચી બારીક કટ કરેલી લીલા ઘાણા

¼ ચમચી ગરમ મસાલો

મીઠું સ્વાદ અનુસાર

તેલ જરૂર પ્રમાણે

બનાવવાની રીતઃ મિક્ચરમાં ¾ કપ બાફેલા મકાઇ સાથે આદુ, લસણ અને લીલા મરચાને ક્રશ કરી લો. હવે એક મોટા વાટકામાં મેશ કરેલા બટાકામાં બ્રેડ ક્રંચ, મકાઇની પેસ્ટ અને બાકી રહેલા મકાઇ એડ કરી. તેમાં ગરમ મસાલો, લીંબુનો રસ અને મીંઠુ એડ કરીને બરોબર મિક્સ કરો. હથેળી પર તેલ લગાવીને તૈયાર કરેલા મિશ્રણમાંથી ટિક્કી બનાવો. હવે નોન સ્ટિકમાં બે ચમચી તેલ એડ કરીને મધ્યમ આંચ પર લાઇટ બ્રાઉન કલરની શેકી લો. તૈયાર ટિક્કીને સોસ અથવા તો ચણટી સાથે સર્વ કરી શકો છો.

http://sambhaavnews.com/

 

 

You might also like