મકાઇના પકોડા

સામગ્રીઃ

300 ગ્રામ મકાઇના દાણા

6 ચમચી ચોખાનો લોટ

2 નાની ચમચી લાલા મરચાની પેસ્ટ

2 ચમચી આદુની પેસ્ટ

1 નાની ચમચી ચાટ મસાલો

1 કેપ્સીકમ (ઝીણું સમારેલું)

લીલા ઘાણા (ઝીંણા સમારેલા)

મીંઠુ સ્વાદ અનુસાર

તેલ તળવા માટે

બનાવવાની રીતઃ એક બાઉલ કે વાસણમાં ચોખાનો લોટ, આદુની પેસ્ટ, ચાટ મસાલો, કેપ્સીકમ મરચા, લીલા ઘાણા, ચે ચમચી ગરમ તેલ, જરૂરી પાણી સાથે ઘટ્ટ મિશ્રણ બનાવો. પછી તેમાં મકાઇના દાણા એડ કરીને બરોબર મિક્સ કરો. હવે એક પેનમાં તેલ ગરમ કરી મધ્યમ આંચ પર તેને રાખો. તેલ ગરમ થઇ જાય પછી તૈયાર મિશ્રણમાંથી પકોડા તળો. લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ધીમી આંચ પર તળો. ગરમા ગરમ પકોડાને ચટણી કે ટોમેટો સોસ સાથે સર્વ કરો.

You might also like