Categories: Recipes

રસોઈ ટિપ્સ

* રૂપાલને ગરમ પાણીમાં પલાળી  બહાર કાઢીને દહીંવડાંની જેમ ખાઈ શકાય.
* રૂપાલ ગરમાગરમ ફુદીના ચટણી કે ગ્રીન ચટણી અથવા ટૉમેટો કેચપ સાથે સર્વ કરી શકાય
* મમરાની બીજી અનેકવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય જેવી કે ચટપટી મમરા ચાટ, ભેળ, સંજોલી, મમરા તલ મિક્સ ચીકી
* પાલક વિટામિન્સ અને કેલ્શિયમથી  ભરપૂર છે જે શરીરનાં હાડકાંને મજબૂત બનાવે છે
* પાલકમાં બિટા કેરોટીન, મેગ્નેશિયમ, લોહ, વિટામિન એ બી સી જેવાં અનેક તત્ત્વો ઉપરાંત એન્ટિ ઓક્સિડન્ટ્સ રહેલાં છે
* વજન ઓછું કરવાનો સૌથી સરળ ઉપાય મમરા છે. ભોજનમાં શેકેલી વસ્તુઓ જેમ કે ચણા-મમરાને સ્થાન આપો. જે વજન ઓછું કરવામાં સહાયરૂપ બનશે.
* મેથી અને બટાટાના પરાઠાં બનાવવાના હોય ત્યારે લોટ બાંધતી વખતે તેમાં થોડોક ચણાનો લોટ નાખો. એનાથી
પરોઠાંનો સ્વાદ બદલાઈ જશે.
* પૅનકેકને જાતજાતના આકાર આપવા માટે કૂકી કટરનો ઉપયોગ કરવો જોઈએ.
* મરચાંને થોડી વાર પાણીમાં પલાળ્યા પછી મિક્સરમાં એની પેસ્ટ બનાવવી જોઈએ.
* લસણની કળીઓને પીસીને ઓલિવ ઓઇલમાં શેકવાથી તેનો સ્વાદ વધી જશે.
* ટામેટાં પર તેલ લગાવીને શેકવાથી તેની છાલ સરળતાથી નીકળી જશે.
* રસગુલ્લાની વધેલી ચાસણી હલવો, શાહી ટોસ્ટ કે બરફી બનાવવામાં વાપરી શકાય
* મલાઈમાંથી માખણ કાઢીને વધેલા દૂધને લીંબુથી ફાડી પનીર તૈયાર કરી શકાય

મનીષા શાહ

divyesh

Recent Posts

મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં…

10 hours ago

પ્રથમ ટ્રાયલમાં જ T-18 ટ્રેન ફેલ, કેટલાંય પાર્ટ્સ સળગીને થયાં ખાખ

ચેન્નઈઃ ભારતીય રેલ્વેની મહત્ત્વાકાંક્ષી ઈન્ટરસિટી ટ્રેન પ્રોજેક્ટ ટી-૧૮ ટ્રેન તેની પ્રથમ ટ્રાયલમાં જ ફેલ ગઈ છે. ચેન્નઈનાં જે ઈન્ટીગ્રલ કોચ…

10 hours ago

બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ૧૨થી ૧૮ મહિનાનો હોવો જરૂરી

બાળકને ગર્ભમાં ઉછેરવાનાં કારણે માના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. આવા સમયે બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ એ…

10 hours ago

લાકડાનો ધુમાડો પુરુષો અને સ્ત્રીઓ બંને પર કરે છે જુદી-જુદી અસર

લાકડાનાં ધુમાડાથી સ્ત્રીઓ અને પુરુષોનાં શરીરમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ઊઠે છે. અભ્યાસર્ક્તાઓએ સ્ત્રી-પુરુષ વોલન્ટિયર્સનાં એક ગ્રૂપને પહેલાં લાકડાનો ધુમાડો ખવડાવ્યો…

11 hours ago

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

11 hours ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

11 hours ago