VIDEO: વડોદરાની વાઘોડીયા બેઠક પર ઉમેદવારીને લઇ ભાજપમાં ભડકો

વડોદરાઃ ભાજપે વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવને જાહેર કરતાં કાર્યકરો, સમર્થકો અને લોકોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. ભાજપનાં કાર્યકરો ડીજેનાં તાલે ઝુમી ઉઠયા હતાં. ખુલ્લી જીપમાં મધુ શ્રીવાસ્તવે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

જ્યાં મધુ શ્રીવાસ્તવે જીતનો વિશ્વાસ વ્યકત કર તાં કહ્યું કે, હિન્દુસ્તાન આઝાદ છે, મારી સામે કોઇ પણ લડી શકે છે, જેણે લડવું હોય તે લડી શકે છે.

વાઘોડિયાની જનતાને ખબર છે કે, 25 વર્ષમાં પ્રાથમિક સુવિધાને લઇને શું કામ થયું છે અને મારા કામની મને ટીકિટ મળી છે. જેથી પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ તેમજ જીતુ વાઘાણીનો હું આભાર વ્યકત કરું છું.

જો કે વડોદરાનાં વાઘોડીયામાં મધુભાઈ શ્રીવાસ્તવનું નામ જાહેર થતાં ભાજપમાં ભારે ભડકો જોવા મળ્યો છે. કેમ કે વાઘોડીયા બેઠકનાં પ્રબળ દાવેદાર ભાજપનાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા હવે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવાશે.

મધુભાઇ શ્રીવાસ્તવનું નામ જાહેર થતાં વાઘોડીયા બેઠકને લઇ ભાજપમાં ભડકો થતો જોવાં મળ્યો છે. જેથી હવે ભાજપનાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશે. તેમજ કાર્યકર્તાઓ સાથે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જંગી રેલી કાઢશે અને ફોર્મ ભરશે.

You might also like