Guiness world recordને કોંગ્રેસે લખ્યો પત્ર, વડાપ્રધાન મોદીનું નામ કરો દાખલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશી મુલાકાતો લઈને કૉંગ્રેસે ફરી એક વાર તેમના પર નિશાન સાધ્યું છે. ગોવા કોંગ્રેસે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સને પત્ર લખ્યો છે જેમાં વડાપ્રધાન મોદીનું નામ ‘વિદેશી પ્રવાસના સર્વોચ્ચ રેકોર્ડ’ હોવાના કિસ્સામાં દાખલ કરી શકાય કે કેમ જાણવા એક પત્ર લખ્યો છે. ગોવા કોંગ્રેસના મહાસચિવ સંકલપ અમોનકરે યુનાઇટેડ કિંગડમમાં ગિનેસ વર્લ્ડ રેકોર્ડઝના અધિકારીઓને એક પત્ર મોકલ્યો છે. આ પત્ર રજિસ્ટર્ડ પોસ્ટ મારફતે મોકલવામાં આવ્યો છે.

તેણે પોતાના પત્રમાં લખ્યું હતું કે, “અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સુજાવ તરીકે આપવા ઈચ્છિએ છે અને તે અમે ખૂબ ખુશ છે કે તેમણે વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો છે. તેમણે ભારતના સંશોધનનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો છે અને ચાર વર્ષમાં 52 દેશોમાં 41 પ્રવાસો કર્યા છે. તેમણે આના માટે રૂ. 355 કરોડ ખર્ચ્યા છે.

સંકલ્પ અમોનકરે જણાવ્યું હતું કે તેઓ (મોદી) ભારતના ભવિષ્યની પેઢીઓને માટે રોલ મોડેલ છે, કારણ કે વિશ્વના કોઈ પણ વડાપ્રધાન આટલા દેશોમાં તેમના કાર્યકાળ દરમિયાન મુસાફરી કરી નથી. તેણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુસાફરી દરમિયાન ભારતીય રૂપિયો યુએસ ડોલર કિંમત સામે 69,03 રૂપિયામાં ઘટાડો થયો હતો.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં PMOએ આરટીઆઇના જવાબમાં છેલ્લા ચાર વર્ષમાં વડા પ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલા વિદેશ પ્રવાસના ખર્ચ અંગેની માહિતી આપવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ વિદેશ પ્રવાસમાં 355 કરોડનો ખર્ચ કર્યો હતો. તેમના વિદેશ પ્રવાસો દરમિયાન તેમણે 52 દેશોની યાત્રા કરી જેમાં કુલ રૂ. 355 કરોડનો ખર્ચ થયો હતો. કાર્યકર ભીમપ્પા ગડડ દ્વારા દાખલ કરવામાં આવેલી આરટીઆઇમાં PMOએ પણ કહ્યું હતું કે આ મુલાકાતો દરમિયાન મોદી 165 દિવસ માટે વિદેશ રહ્યા હતા.

You might also like