કોંગ્રેસની નવી વર્કિંગ કમિટી જાહેર, રાહુલની ટીમમાંથી અનેક દિગ્ગજો બહાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીની સર્વોચ્ચ નીતિ નિર્ધારણ સંસ્થા કોંગ્રેસ કાર્યસમિતિ (સીડબલ્યૂસી) ગઠિત કરી દીધેલ છે. યુવા અને અનુભવી વરિષ્ઠ નેતાઓની આ નવી કાર્યસમિતિમાં પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત, તરૂણ ગોગોઇ અને સિદ્ધારમૈયાને પણ શામેલ કરવામાં આવેલ છે.

ત્યાં જ બીજી બાજુ જનાર્દન દ્રિવેદી, દિગ્વિજય સિંહ, કમલનાથ, સુશીલ શિંદે, મોહન પ્રકાશ, કર્ણ સિંહ અને સીપી જોશીની કાર્યસમિતિથી છુટ્ટી કરી દેવામાં આવેલ છે. સીડબલ્યૂસીની પહેલી બેઠક 22 જુલાઇનાં રોજ થશે.

પાર્ટી મહાસચિવ અશોક ગેહલોતે સભ્યોની યાદી જાહેર કરતા જણાવ્યું કે, કાર્યસમિતિમાં 23 સભ્યો છે કે જેમાં 19 સ્થાયી જ્યારે 9 વિશેષ આમંત્રિત સભ્યોને જગ્યા મળી છે. વિભિન્ન રાજ્યોમાં નિયુક્ત સ્વતંત્ર પ્રભારી સ્થાયી આમંત્રિત સભ્યો હશે અને કાર્યસમિતિનાં પદનાં સભ્ય હશે.

ત્યાં જ બીજી બાજુ પાર્ટીનાં પાંચ મુખ્ય સંગઠનો- ઇનટક, સેવા દળ, યુવા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને એનએસયૂઆઇનાં પ્રમુખ વિશેષ આમંત્રિત સભ્ય હશે. કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળ્યાં બાદ રાહુલે પ્રથમ વાર સીડબલ્યૂસીનું ગઠન કરેલ છે.

22 જુલાઇની બેઠકમાં રાહુલે દરેક રાજ્ય એકમોનાં અધ્યક્ષો અને રાજ્યોનાં વિધાયક દળ નેતાઓને પણ આમંત્રિત કરેલ છે. પાર્ટી અધ્યક્ષની ચૂંટણી પહેલા કાર્યસમિતિ ભંગ કરી દેવામાં આવી હતી અને પાર્ટીનાં પૂર્ણ અધિવેશન સુધી આને સંચાલન સમિતિમાં બદલી દેવામાં આવી હતી. સીડબલ્યૂસી પાર્ટીનાં દરેક પ્રમુખ મુદ્દાઓ પર સલાહકાર સમિતિ તરીકે કામ કરે છે. માર્ચમાં પૂર્ણ અધિવેશન હોવાં બાદ જ કાર્યસમિતિ અસ્તિત્વમાં નથી.

આટલાં હશે નીતિ નિર્ધારકઃ
એકે એન્ટની, અહમદ પટેલ, અંબિકા સોની, મોતીલાલ વોરા, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, આનંદ શર્મા અને કુમારી શૈલજા.

દરેક પૂર્વ મુખ્યમંત્રી પણ કાર્યસમિતિમાં:
અશોક ગેહલોત, ઓમાન ચાંડી, તરૂણ ગોગોઇ, સિદ્ધારમૈયા અને હરીશ રાવત. હરીશ રાવતને અસમ મામલાનાં પ્રભારી મહાસચિવ પણ બનાવવામાં આવેલ છે.

આટલાં લોકો કાર્યસમિતિથી બહારઃ
પંજાબનાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ, હરિયાણાનાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદર સિંહ હુડ્ડા, હિમાચલનાં પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ અને પાર્ટીનાં વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદે, કમલનાથ, મોહન પ્રકાશ, ઓસ્કર ફર્નાન્ડીઝ તથા મોહસિના કિદવઇને કાર્યસમિતિથી બહાર રાખવામાં આવ્યાં. હુડ્ડાનાં દીકરા દીપેંદર સિંહને પણ વિશેષ આમંત્રિત સભ્ય બનાવવામાં આવેલ છે.

આટલાં હશે નવા ચહેરાઃ
નવા ચહેરામાં મુકુલ વાસનિક, અવિનાશ પાંડે, કે.સી વેણુગોપાલ, દીપક બાબરિયા, તમરાધ્વજ સાહુ, ગૈખંગમ અને અશોક ગેહલોતને શામેલ કરવામાં આવેલ છે.

સ્થાયી આમંત્રિત સભ્યોમાં શીલા દીક્ષિત પણઃ
કાર્યસમિતિનાં સ્થાયી આમંત્રિત સભ્યોમાં દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત, પી. ચિદમ્બરમ, જ્યોતિરાદિત્ય સિંધિયા, રણદીપ સુરજેવાલા, બાલાસાહેબ થોરાટ, તારિક હમીદ કારા અને પીસી ચાકો પણ શામેલ છે.

વિભિન્ન રાજ્યોનાં પ્રભારી મહાસચિવઃ
જિતેન્દ્ર સિંહ, આરપીએન સિંહ, પીએલ પૂનિયા, આશા કુમારી, રજની પાટિલ, રામચંદ્ર ખૂંટિયા, અનુગ્રહ નારાયણ સિંહ, રાજીવ એસ. સાટવ, શક્તિસિંહ ગોહિલ, ગૌરવ ગોગોઇ અને એ. ચેલા કુમાર સમિતિનાં સ્થાયી સભ્ય બનાવવામાં આવેલ છે. જો કે તેઓને સમિતિનાં પદનાં સભ્ય બનાવવામાં આવેલ છે.

વિશેષ આમંત્રિત સભ્યઃ
કેએચ મુનિયપ્પા, અરૂણ યાદવ, દીપેન્દર હુડ્ડા, જતિન પ્રસાદ, કુલદીપ બિશ્નોઇ.

Dhruv Brahmbhatt

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

4 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

4 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

4 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

4 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

5 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

5 hours ago