Karnataka: કોંગ્રેસના બે ઉપમુખ્યમંત્રીના પ્રસ્તાવને ફગાવી દેતું જેડીએસ

કર્ણાટકમાં ભાવિ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ સોમવારે સોનિયા ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ત્રણેય નેતાઓએ કર્ણાટકમાં મંત્રિમંડળના ગઠન અને બંને પક્ષ વચ્ચેના પોર્ટફોલિયોની વહેંચણી પર ચર્ચા કરી હતી.

સૂત્રોને મળતી જાણકારી મુજબ કોંગ્રેસે સંતુલન બનાવી રાખવા બે ઉપમુખ્યમંત્રી બનાવવા પર જોર આપ્યું હતું, પરંતુ જેડીએસએ આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો. ઉપમુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જી. પરમેશ્વારનું નામ છે. રાહુલ ગાંધીના તુગલકાબાદ સ્થિત નિવાસસ્થાને યોજાયેલ બેઠકમાં મંત્રિમંડળ ગઠન પર 20 મિનીટ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠક અગાઉ કુમારસ્વામીએ કહ્યું હતું કે બંને પાર્ટીઓ વચ્ચે કોઇપણ પ્રકારની સોદાબાજી કરવામાં આવશે નહીં. બંને પક્ષ સાથે મળીને કામ કરશે. તેઓ કોંગ્રેસ મોવડીમંડળ પાસે સલાહ લેવા આવ્યા છે. આ બેઠક બાદ જેડીએસ નેતાએ કહ્યું કે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને શપથ ગ્રહણ સમારોહમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. તેઓ બંને શપથગ્રહણ સમારોહમાં આશે.

તેની સિવાય કર્ણાટકના પ્રભારી કેસી વેણુગોપલ પણ ઉપસ્થિત રહેશે. આ અગાઉ કુમારસ્વામીએ કહ્યું કે જેડીએસ અને કોંગ્રેસ રાજ્યમાં સ્થિર તેમજ મજબુત સરકાર આપશે. કુમારસ્વામી 23 મેના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી પદની શપથ લેશે. કુમારસ્વામીએ બસપા પ્રમુખ માયાવતી સાથે મુલાકાત કી લોકસભા ચૂંટણીમાં ક્ષેત્રીય દળની ભુમિકા પર ચર્ચા કરી..

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago