VIDEO: ગુજરાતમાં પીપલ ગવર્મેન્ટ બનાવવા કોંગ્રેસની કવાયત, સરકારનાં કામ પર રાખશે નજર

ગુજરાતઃ પીપલ ગવર્મેન્ટ બનાવવા માટે કોંગ્રેસે ખાસ કવાયત હાથ ધરી છે. કોંગ્રેસ શેડો મિનિસ્ટ્રી રચીને સરકારનાં કાર્યો પર નજર રાખશે તો સાથે જ બોર્ડ નિગમો પર નજર રાખવા માટે પણ કોંગ્રેસ ખાસ વ્યૂહરચના ઘડશે.

જેનાં માટે કોંગ્રેસ સંગઠનમાંથી જ નિમણૂંક કરવામાં આવશે તેમજ નિમાયેલા કોંગ્રેસનાં નેતાઓ જે-તે બોર્ડ નિગમની કામગીરી પર નજર રાખશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ હવે સરકારને લઇ આગામી વ્યૂહરચના ઘડવા માગે છે.

કોંગ્રેસ સરકારને લઇ હવે તેઓનાં કાર્યો પર નજર રાખવા માટે કોંગ્રેસ શેડો મિનિસ્ટ્રી રચવા જઇ રહી છે. જેનાં દ્વારા કોંગ્રેસ સરકારનાં દરેક કાર્યો સહિત બોર્ડ નિગમની કાર્યવાહી પર પણ નજર રાખશે. અને આ માટે કોંગ્રેસ એક ખાસ વ્યૂહરચના પણ ઘડવા જઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે આ શેડો મિનિસ્ટ્રીમાં જેને જવાબાદારી સોંપવાની છે તેવાનાં નામોમાં અશ્વિન કોટવાલ, અલ્પેશ ઠાકોર, હર્ષદ રિબડીયા, ગ્યાસુદ્દીન શેખ, અનિલ જોશીયારા, સી.જે.ચાવડા, નૌસાદ સોલંકી અને લલિત વસોયા, ગેનીબેન ઠાકોર અને આશાબેન પટેલનો સમાવેશ થઇ શકે છે.

તમામ બોર્ડ-નિગમોનાં ચેરમેન સમકક્ષ કોંગ્રેસી નેતાઓની પણ નિમણૂંકો કરવામાં આવશે. નિમાયેલા કોંગ્રેસનાં નેતાઓ જે તે બોર્ડ-નિગમની કામગીરી પર નજર રાખશે.

You might also like