Categories: Gujarat

કોંગ્રેસના MLA ને અાણંદ પાસેના નિજાનંદ રિસોર્ટમાં લઈ જવાયા

અમદાવાદ: બેંગલુરુના ઇગલટોન રિસોર્ટમાં ૧૧ દિવસનું રોકાણ કર્યા બાદ આજે વહેલી સવારે પોણા પાંચ વાગ્યે કોંગ્રેસના ૪૪ ધારાસભ્ય અમદાવાદ પરત ફર્યા છે. બેંગલુરુથી ગઇ કાલે મોડી રાતે ર-૪૦ની ફલાઇટ પકડીને આ સઘળા ધારાસભ્યો એકસાથે અમદાવાદ એરપોર્ટ પર ઊતાર્યા હતા. ત્યાંથી તેમને સીધા એક લકઝરી બસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આણંદ પાસેના નિજાનંદ રિસોર્ટ લઇ જવાયા છે. જ્યાં આજનો રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આ ધારાસભ્યો પોતાના પરિવાર સાથે ઊજવશે. દરમ્યાન કોંગ્રેસ દ્વારા શંકરસિંહ વાઘેલા સહિત સાત બળવાખોર ધારાસભ્યને ‘વ્હિપ’ આપીને રાજ્યસભાની ત્રીજી બેઠકના પક્ષના દિગ્ગજ નેતા અને ઉમેદવાર તથા પક્ષનાં રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એહમદ પટેલને મત આપવાનો આદેશ અપાયો છે.

ગુજરાત વિધાનસભામાં પક્ષના દંડક અને અમદાવાદની દાણીલીમડા બેઠકના ધારાસભ્ય શૈલેશ પરમાર ‘સમભાવ મેટ્રો’ સાથેની વાતચીતમાં કહે છે, ‘આવતી કાલે રાજ્યસભામાં ગુજરાતની ત્રણ બેઠક માટે ચૂંટણી યોજાશે. આવતી કાલે વિધાનસભામાં આ માટે મતદાન થવાનું હોઇ ત્રીજી બેઠક માટેના પક્ષના વરિષ્ઠ નેતા અને ઉમેદવાર એહમદ પટેલને સમર્થન આપવા માટે સાતે સાત બળવાખોર ધારાસભ્યોને ‘વ્હિપ’ અપાયો છે. પક્ષ દ્વારા એક લીટીમાં અપાયેલા વ્હિપમાં એહમદભાઇ પટેલને મત આપવાનો આદેશ અપાયો છે.

શંકરસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, સી.કે. રાઉલજી, અમિત ચૌધરી, રાઘવજી પટેલ, ધર્મેન્દ્રસિંહજી જાડેજા અને ભોળાભાઇ ગોહિલ એમ સાત બળવાખોર ધારાસભ્યને ‘વ્હિપ’ અપાયાનું જણાવતાં શૈલેશ પરમાર વધુમાં કહે છે, ‘એહમદભાઇ પટેલને મત આપવાનો વ્હિપ આ સાત ધારાસભ્ય પૈકીના કેટલાક ધારાસભ્યને હાથોહાથ અપાયો છે તો કુરિયર, સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ એડી ટપાલથી અને ઇ-મેઇલથી પણ વ્હિપ પહોંચાડી દેવાયો છે. વ્હિપનો અનાદર કરનાર ધારાસભ્ય પક્ષમાંથી સસ્પેન્ડ તો થશે જ, પરંતુ સુપ્રીમ કોર્ટના એક ચુકાદા મુજબ સાત વર્ષ સુધી કોઇ પણ પક્ષમાંથી ચૂંટણી નહીં લડી શકે. જોકે આની સાથે-સાથે ચૂંટણી પક્ષ સમક્ષ જસદણના ધારાસભ્ય ભોળાભાઇ ગોહિલને ગુમ કરી દેવાયા હોવાની ફરિયાદ પણ પક્ષે નોંધાવી છે.

શંકરસિંહ વાઘેલા સહિતના સાત બળવાખોર ધારાસભ્યને વ્હિપ મળી ગયો હોવાનો રેકોર્ડ પક્ષ પાસે છે. તેવો દાવો કરતાં તેઓ વધુમાં કહે છે, ‘જોકે કોંગ્રેસ દ્વારા ગત તા.રપ જુલાઇએ તમામ ધારાસભ્યોને વ્હિપ અપાઇ ગયો છે. પરંતુ આ બળવાખોર સાત ધારાસભ્ય પક્ષના સભ્ય પણ હોઇ તેમને વ્હિપ વિવિધ માધ્યમથી પહોંચતો કરાયો છે.
પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલના નેતૃત્વમાં નિજાનંદ રિસોર્ટ પહોંચેલા ધારાસભ્યોને રૂબરૂ મળવા આજે સાંજે પક્ષના વરિષ્ઠ નેતા એહમદ પટેલ, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી જશે. આવતી કાલે વિધાનસભામાં સવારના નવથી સાંજના ચાર વાગ્યા સુધી મતદાન હોઇ સવારે જ આ ધારાસભ્યો ગાંધીનગર જશેઽ જોકે ગાંધીનગર ક્યારે મતદાન
માટે લઇ જવાશે તે હજુ અનિર્ણિત છે.
ત્રીજી બેઠકની ચૂંટણીમાં એહમદ પટેલ જીતી જશે અને તેમને સાત બળવાખોર ધારાસભ્ય સહિત તમામ પ૧ ધારાસભ્ય મત મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં વિધાનસભામાં કોંગ્રેસના દંડક શૈલેશ પરમાર વધુમાં કહે છે, જોકે એનસીપીના બે ધારાસભ્ય અને જેડીયુના એક ધારાસભ્યનું વલણ સ્પષ્ટ થયું નથી. દરમ્યાન આજે વહેલી સવારે પોણા પાંચ વાગ્યે કોંગ્રેસના આગેવાનો શક્તિસિંહ ગોહિલ, સાગર રાયકા અને નરેશ રાવલના નેતૃત્વમાં અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસના ધારાસભ્યો આવી પહોંચતાં એરપોર્ટ પર ઉત્તેજનાસભર માહોલ સર્જાયો હતો. કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશના પગલે એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. શહેર પોલીસ કમિશનર એ.કે. સિંઘ અને સ્ટેટ અાઈબીના વડા શિવાનંદ ઝા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ એરપોર્ટ પર હાજર હતા.

ત્યારબાદ ક્રાઇમ બ્રાંચના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના એસીપી બી.સી. સોલંકીની આગેવાની હેઠળ કોંગ્રેસના ધારાસભ્યોની લકઝરી બસની આગળ ૧૦ થી ૧ર પોલીસ જીપ અને પાછળ ૧૦ થી ૧ર પોલીસ જીપની સુરક્ષા હેઠળ સમગ્ર કાફલો બે કલાકમાં નિજાનંદ રિસોર્ટ પહોંચ્યો હતો. જ્યાં બે દિવસ પહેલાં જ ધારાસભ્યના રૂમ બુક કરી દેવાયા હતા.

દરમ્યાન પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને યુવક કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ‘સમભાવ મેટ્રો’ સાથેની વાતચીતમાં કહે છે, ‘અમારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર બે દિવસ પહેલાં જીવલેણ હુમલો તો કરાયો પરંતુ પોલીસ ફરિયાદ કરવા ગયેલા પક્ષના કાર્યકરો ઉપર પણ હુમલો કરાયો હોઇ અમે અમારા ધારાસભ્યોને પોતાની રીતે સુરક્ષા આપી હતી. મારી આગેવાની હેઠળ અમારા યુવક કોંગ્રેસના આશરે હજાર કાર્યકરોએ બસો જેટલી કારમાં છેક નિજાનંદ રિસોર્ટ સુધી ધારાસભ્યોને રક્ષણ પૂરું પાડ્યું હતું.

અત્યારે પણ આ કાર્યકર ઉપરાંત સ્થાનિક કાર્યકરો ધારાસભ્યને રક્ષણ પૂરું પાડી રહ્યા છે. આવતી કાલે આ ધારાસભ્યોને અમે આ જ પ્રકારે સુરક્ષા પૂરી પાડીને ગાંધીનગર લઇને આવીશું. આ દરમ્યાન પક્ષના બળવાખોર ધારાસભ્ય રાઘવજી પટેલ કહે છે, મને ટપાલ દ્વારા વ્હિપ મળી ગયો છે. દરમિયાનમાં મહેન્દ્રસિંહ વાઘેલા પણ કહે છે કે મને વ્હિપ મળી ગયો છે પરંતુ મત કોને અાપવો તે હજુ સુધી નક્કી કર્યું નથી.

http://sambhaavnews.com/

divyesh

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

5 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

5 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

5 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

5 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

5 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

5 hours ago