VIDEO: કોંગ્રેસ રામ જન્મભૂમિ વિવાદ મુદ્દે પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરેઃ અમિત શાહ

ભારતીય જનતા પાર્ટી (બીજેપી)નાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રામ મંદિર મુદ્દા પર કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે દેશની સમગ્ર જનતા એવું ઇચ્છે છે કે રામજન્મભૂમિ કેસની સુનાવણી પર અંતિમ નિર્ણય વધારે જલ્દીથી થાય. પરંતુ કોંગ્રેસનાં નેતા કપિલ સિબ્બલ 2019ની ચૂંટણી સુધી આની સુનાવણી ટાળવાની કોશિશ કરી રહેલ છે.

આથી એમણે સુપ્રિમ કોર્ટમાં 2019 લોકસભા ચૂંટણી સુધી આ મામલે સુનાવણી ટાળવાની વાત કરી છે. અયોધ્યા મામલામાં આજે થયેલ સુનાવણીમાં વફ્ક બોર્ડની તરફથી રજૂ કરાયેલ વકીલ કપિલ સિબ્બલે એવી ગુજારિશ કરી છે કે આ મામલે સુનાવણી 2019ની ચૂંટણી બાદ જ થવી જોઇએ કેમ કે આ મામલા પર રાજનીતિ થવાની સંભાવના છે.

અમિત શાહે જણાવ્યું કે ગુજરાતમાં એક બાજુ રાહુલ ગાંધીનાં મંદિરોની મુલાકાતને લઇ ચૂંટણી પ્રચાર પૂરા જોર-શોરથી ચાલી રહ્યાં છે અને ત્યાં જ બીજી બાજુ શ્રીરામ જન્મભૂમિ કેસની સુનાવણીને ટાળવા માટે કપિલ સિબ્બલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જો કે અમારૂ ભાજપ આ મામલે એવી માગ કરી રહી છે કે જેમ બને તેમ ટૂંક સમયમાં શ્રી રામ જન્મભૂમિ કેસની સુનાવણી થવી જોઇએ તેમજ સુપ્રિમ કોર્ટનો નિર્ણય પણ જલ્દી આવવો જોઇએ અને તે જગ્યાએ એક ભવ્ય રામ મંદિર બનવું જોઇએ. કોંગ્રેસે રામ જન્મભૂમિ વિવાદ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ. કોંગ્રેસ રામ જન્મભૂમિ વિવાદ મુદ્દે પોતાનું અધિકૃત સ્ટેન્ડ ક્લીયર કરે.

You might also like