Categories: India

જ્યારે મુલાયમની કારને ગોળીઓથી વિંધીને ચાળણી બનાવી દેવાઈ હતી

લખનૌ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના મુખ્યપ્રધાન અખિલેશ યાદવને યાદ અપાવ્યું હતું કે ૩૩ વર્ષ પહેલાં કોંગ્રસના ઈશારે તેમના પિતા મુલાયમસિંહ યાદવ પર જીવલેણ હુમલો થયો હતો. તે વખતે કોંગ્રેસ યુપીમાં સત્તા પર હતી અને મુલાયમસિંહ ચરણસિંહના ભારતીય લોકદળના નેતા હતા. ૮ માર્ચ ૧૯૮૪ના રોજ ઈન્ડિયન એક્સપ્રેસ જૂથના હિંદી અખબાર જનસત્તાએ ‘મુલાયમસિંહ યાદવ પર હુમલો’ એવા મથાળા હેઠળ આ સમાચાર છાપ્યા હતા.

મુલાયમસિંહ પર થયેલા આ હુમલાની વિગતો એવી છે કે ઉત્તર પ્રદેશમાં લોકતાંત્રિક મોરચો અને વિધાન પરિષદમાં વિપક્ષી નેતા મુલાયમસિંહ યાદવ પર ૭ માર્ચ ૧૯૮૪ના રોજ જીવલેણ હુમલો થયો હતો. તેમની કારની આગળ બાઈક ચલાવી રહેલા છોટાલાલ નામનું શખસનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને એક અન્ય શખ્સ નેત્રપાલ ગંભીર રીતે ઘાયલ થયો હતો. મુલાયમ જ્યારે મેનપુર જિલ્લાથી ઈટાવા તરફ પરત આવી રહ્યા હતા ત્યારે હુમલાની આ ઘટના બની હતી.

આ ઘટના અંગે મુલાયમસિંહે જણાવ્યું હતું કે હું ૨જી માર્ચથી ઈટાવાના પ્રવાસ પર હતો જ્યાં તેમની રેલીઓ યોજાવાની હતી. ૭ માર્ચના રોજ સાંજે ૫.૦૦ વાગ્યે ઈટાવા અને મેનપુરીની સરહદ પર આવેલા જિંગપુર ગામમાં એક બેઠક સંબોધવાના હતા. ત્યાર બાદ તેમને મહીખેડા ગામમાં પોતાના એક મિત્રને મળવા જવાનું હતું. અહીંથી તેઓ ૯.૩૦ વાગ્યે મેનપુરી જવા નીકળ્યા હતા અને ૮૦૦ મીટર દૂર જતાં જ તેમણે પોતાની કારની આગળ ફાયરિંગના અવાજો સાંભળ્યા હતા.

મુલાયમસિંહના ડ્રાઈવરે જોયું કે કારની આગળ બાઈકસવારો નીચે પડવા લાગ્યા હતા અને ત્યાર બાદ મુલાયમસિંહની ગાડીમાં આગ લાગી હતી. મુલાયમસિંહના સુરક્ષા દળોએ વળતો હુમલો કર્યો હતો અને અડધો કલાક ફાયરિંગ ચાલ્યું હતું. જ્યારે ફાયરિંગ બંધ થઈ ગયું ત્યારે પોલીસે એક સિક્યોરિટી કોર્ડન કરીને એક જીપમાં મુલાયમસિંહને બેસાડીને કુર્રા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

આ ઘટના બાદ મુલાયમસિંહની કાર પર ગોળીઓનાં નવ નિશાન જોવા મળ્યા હતા. આમ એ દિવસે હુમલાખોરોએ મુલાયમસિંહની ગાડી પર ફાયરિંગ કરીને તેને ચાળણી જેવી બનાવી દીધી હતી. રાજ્યના ગ્રામીણ વિકાસ પ્રધાન બલરામસિંહ યાદવના સમર્થકો પર હુમલો કરાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

એશિયા કપઃ પાકિસ્તાન સામે ભારતનો ભવ્ય વિજય, 8 વિકેટે આપ્યો પરાજય

દુબઇઃ એશિયા કપમાં આજે ટીમ ઇન્ડીયા અને પાકિસ્તાન વચ્ચે પાંચમી એવી ભવ્ય મેચનો દુબઇમાં મુકાબલો થયો. જેમાં પાકિસ્તાનની ટીમે 43…

9 hours ago

જિજ્ઞેશ મેવાણીનો બેવડો ચહેરો, કહ્યું,”ધારાસભ્યોની સાથે મારો પણ પગાર વધ્યો, સારી વાત છે”

અમદાવાદઃ ધારાસભ્યોનાં પગાર વધારા મામલે કોંગ્રેસનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિશેષ પ્રતિક્રિયા આપી છે. જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને…

10 hours ago

વિધાનસભા ગૃહમાં હોબાળો, નીતિન પટેલે કહ્યું,”કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત નિયમ વિરૂદ્ધ”

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનાં સભ્યોએ આજે ફરી વાર હોબાળો કર્યો હતો. ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરીને હોબાળો કર્યો હતો. કોંગ્રેસનાં ધારાસભ્યો…

11 hours ago

સુરતઃ 3 વર્ષની માસૂમ બાળકીનું બિસ્કિટ અપાવવા બહાને કરાયું અપહરણ

સુરતઃ આપણી નજર સમક્ષ અવારનવાર નાની બાળકીઓ પર દુષ્કર્મ અને અપહરણ થયા હોવાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો…

12 hours ago

નવાઝ પુત્રી-જમાઇ સહિત થશે જેલમુક્ત, ઇસ્લામાબાદ HCનો સજા પર પ્રતિબંધ

ઇસ્લામાબાદ હાઇકોર્ટે પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે.નવાઝની દીકરી મરિયમ નવાઝ અને જમાઇ મોહમ્મદ સફદરની…

13 hours ago

રાજકોટઃ વાસફોડ સમાજે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી, તંત્ર એલર્ટ

રાજકોટઃ શહેરમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટની અધિકારીઓ દ્વારા માપણી ન કરવામાં આવતા વાસફોડ સમાજે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જો…

14 hours ago